કલર્ડ સ્ટોનના કારોબારની સમગ્ર સપ્લાય ચેઇન માટે નવા પ્લેટફોર્મની શરૂઆત

569
સામાન્ય રીતે કલર્ડ સ્ટોન નાના સ્કેલના માઇનર્સ અને દૂરના વિસ્તારોમાંથી મળી આવતા હોય છે. આવા સંજોગોમાં ભરોસાપાત્ર સોર્સ શોધવા મુશ્કેલ હોય છે. આ નવા પ્લેટફોર્મ થકી સ્ટેપ-બાય -સ્ટેપ કામ કરીને ટ્રાન્સપરન્ટ સપ્લાય ચેઈન ઉભી કરવાની દિશામાં મજબુત પગલુ ભરવામાં આવશે.

DIAMOND TIMES – ધી કલર્ડ જેમસ્ટોન વર્કિંગ ગ્રુપ (CGWG)એ એક નવા પ્લેટફોર્મની શરૂઆત કરી છે.જે કલર સ્ટોન ઇન્ડસ્ટ્રીમાં કરતા લોકોને દરેક પ્રકારની સહાયતા પુરી પાડવાનું કાર્ય કરશે. સીજીડબ્લ્યુજીની શરૂઆત જવેલરી રિટેલર્સ ચોપારદ, કેરિંગ, એલવીએમએચ, રિચમોન્ટ, સ્વરોસ્કી,ટિફની એન્ડ કંપની તેમજ કલર જેમસ્ટોન માઇનિંગ કંપની જેમફિલ્ડ અને મ્યુસો દ્વારા કરવામાં આવી હતી.જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીમાં સકારાત્મક બદલાવ પ્રોત્સાહિત કરવાનો હતો.

આ સંગઠન ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિકોને વૈશ્વિક માપદંડ અને માર્ગદર્શિકા ધ્યાનમાં રાખીને કેવી રીતે ભરોસાપાત્ર સ્ટોન ખરીદવા,માનવ અધિકાર, લેબર અધિકારો,એન્વાયરમેન્ટ પ્રોટેકશન સહીતના વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તૃત જાણકારી આપીને વ્યાપારના વિકાસમાં મદદ કરશે.આ પ્લેટફોર્મ સભ્યોને જાતે -પરીક્ષણ કરી શકાય એ માટે ઉપકરણો પણ ઉપલબ્ધ કરાવશે જેથી સ્ટોનની શુદ્ધતાની ચકાસણી કરી શકાય.બિઝનેસમેન કોમ્યુનિટી સેકશનના માધ્યમથી તેમના સપ્લાયર અને ગ્રાહકો સાથે જોડાણ કરી શકશે.

કલર સ્ટોનની વાત કરીએ તો આ પ્રકારના સ્ટોન સામાન્ય રીતે નાના સ્કેલના માઇનર્સ અને દૂરના વિસ્તારોમાંથી મળી આવતા હોય છે.આવા સંજોગોમાં ભરોસાપાત્ર સોર્સ શોધવા મુશ્કેલ હોય છે.આ પ્લેટફોર્મ થકી સ્ટેપ-બાય -સ્ટેપ કામ કરીને ટ્રાન્સપરન્ટ સપ્લાય ચેઈન ઉભી કરવાની દિશામાં વધુ કાર્ય કરવામાં આવશે.