ડાયમંડ ટાઇમ્સ
અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસ્તે થયું છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું હતુ.મોટેરા સ્ટેડિયમના ઉદ્ધાટનની સાથે જ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ રાખવામાં આવ્યું છે.આ રીતે પીએમ નરેન્દ્ર મોદીને પોતાના હોમ સ્ટેટમાં એક મોટી ભેટ મળી છે. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.તેમણે કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યુ હતુ કે મોટેરા સ્ટેડિયમ તૈયાર થતાં દેશમાં ગુજરાતનું ગૌરવ વધ્યુ છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમએ મેલબોર્નને હરાવીને વિશ્વનાં સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નવો ઇતિહાસ રચ્યો છે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર દર્શકોની છે.જ્યારે મેલબોર્નમાં 1 મિલિયન દર્શકોની ક્ષમતા છે.મોટેરા સ્ટેડિયમ 1982 માં બનાવવામાં આવ્યું હતું.પરંતુ 2016 પછી તેનું ફરીથી નિર્માણ થયું.ગયા વર્ષે, મોટેરા સ્ટેડિયમનું સંપૂર્ણ આધુનિકરણ કરવામાં આવ્યું છે.સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકોના બેઠક વિસ્તાર ઉપરાંત ચાર ડ્રેસિંગ રૂમ અને ત્રણ પ્રેક્ટિસ મેદાન છે.1.10 લાખ દર્શકોની ક્ષમતા ધરાવતું આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ દરેક પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ છે.233 એકરનું સ્પોર્ટ્સ એન્ક્લેવ પણ હવે સરદાર પટેલના નામે ઓળખાશે.