વર્કપ્લેસ માં ઈમોશનલ મેનેજમેન્ટ

587

DIAMOND TIMES – કેટલાક શબ્દો આપણા માટે સાવ અજાણ્યા હોય છે,અથવા સાંભળ્યા હોવા છતાં તેને અવ ગણતા હોઈએ છીએ.પરંતુ, જયારે એ શબ્દની ટર્મિનોલોજી જાણીએ ત્યારે સમજાય કે જેને આપણે ભારેખમ શબ્દ ગણીને નજરઅંદાજ કરી રહ્યા છીએ,તો ક્ષણે ક્ષણ આપણી સાથે જોડાયેલો હોય છે. આવો જ એક શબ્દ છે : ઈમોશનલ ઈન્ટેલિજન્સ (EI). એટલે, તમારી પોતાની અને અન્ય લોકોની ગુસ્સો, ચીડિયાપણું, નિરાશા, પ્રેમ, ડર, નફરત જેવી લાગણીઓને સમજવાની, તેને નિયંત્રિત કરવાની અને તેના તરફ રિસ્પોન્સ કરવાની આવડત. જેને ઈમોશન ક્વોશન્ટ EQ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લાગણીઓની ઓળખ અને નિયંત્રણ સાથે સંકળાયેલો આ શબ્દ આપણા માંથી અનેકે સાંભળ્યો હશે, પરંતુ શું તમને ખબર છે કે, તે આપણા વ્યવસાય ની સફળતા માટે ખુબ અનિવાર્ય ગણાય છે? જો તમે તમારી અને બીજાની  લાગણીઓ ને સમજી શકો અને તેને નિયંત્રિત કરી શકો તો તમે અનેક મોરચે સફળતા પ્રાપ્ત કરી શકો છો. બિઝનેસ પણ તેમાંથી અપવાદ નથી. એક સમય હતો, જયારે બૌદ્ધિક ક્ષમતાને બિઝનેસની સફળતાનો આધાર માનવામાં આવતો હતો. પરંતુ અનેક મનોવૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે, જે વ્યક્તિ ભાવનાત્મક રીતે સક્ષમ હોય તેના વ્યવસાયિક સ્તરે સફળ થવાની શક્યતા વધુ રહે છે. ઈમોશનલ ઇન્ટેલિજન્સ નો કન્સેપ્ટ 1990માં સૌ પ્રથમવાર ચલણમાં આવ્યો. એ પછી જાણીતા સાયકોલોજીસ્ટ અને લેખક ડેનિયલ ગૌલમેનએ Emotional Intelligence: Why It Can Matter More than IQ નામના પુસ્તકમાં આ કન્સેપ્ટને વધુ વ્યાપક રીતે સમજાવ્યો અને શા માટે બિઝનેસમાં તે અનિવાર્ય છે, તે પણ સમજાવ્યું. તમે બુદ્ધિક્ષમતા (IQ) દ્વારા બિઝનેસ શ३ કરી શકો છો, ડ્રિમ જોબ મેળવી શકો છો, પરંતુ બિઝનેસને ટોચ પર લઇ જવા , જોબ પર ટકી રહેવા, તમારો ગ્રોથ  કરવા માટે ઈમોશનલ ઇન્ટેલિજન્સનું સ્તર ઊંચું હોવું જ३રી છે.

શા માટે રી છે વર્કપ્લેસ પર ઈમોશનલ ઇન્ટેલિજન્સ ? :-ગૌલમેનએ તેમના પુસ્તકમાં કહ્યું છે કે, જીવનમાં સફળતા માટે ઈમોશનલ ઇન્ટેલીજન્સની જ३રિયાત છે અને જયારે વાત વર્કપ્લેસની આવે છે ત્યારે તો એ તાતી જ३રિયાત બની જાય છે. એણે દાવો કર્યો હતો કે, સફળતા માટે IQ કરતા EI નું મહત્વ ચાર ગણું વધુ છે. આ દાવાએ જગતભરના હ્યુમન રિસોર્સ મેનેજર્સ, લીડર્સનું ધ્યાન ખેંચ્યું હતું. આજે તો ઈમોશનલ ઇન્ટેલિજન્સ પાછળ કોર્પોરેટ કંપનીઓ બિલિયન ડોલર્સ ખર્ચે છે. જો કે ઈમોશનલ ઇન્ટેલિજન્સ મેનેજમેન્ટની અનિવાર્યતા માત્ર કોર્પોરેટ હાઉસીસ માટે જ છે એવું જરાય નથી. તમે નાનો વ્યવસાય ધરાવતા હોવ તો પણ ઈમોશનલ ઇન્ટેલિજન્સ વિના બિઝનેસમાં સફળ થઇ શકતા નથી. ધારી લો કે, તમે એક જવેલર્સ ચલાવો છો અને તમે બ્રાઇડલ સ્પેશિયલ જવેલરી તૈયાર કરો છો. એનઆરઆઈ કસ્ટમર માટે તમારે હેવી બ્રાઇડલ નેકલેસ તૈયાર કરવાનો છે. પરંતુ તમારા મનમાં જે કોન્સેપ્ટ છે, એનાથી તદ્દન વિરુદ્ધનો મત તમારો જવેલરી ડિઝાઈનર ધરાવે છે. તો આવા સમયે તમે શું કરશો? જો તમે તેના મતને અવગણીને પોતે ઓનર છો અને ડિઝાઇન ફીલ્ડનો લાંબો અનુભવ ધરાવો છો એમ ધારીને તમારી જ મરજી ચલાવવાનું જડ વલણ અપનાવશો તો તમારો ડિઝાઈનર તમને તમારી જ३રિયાત મુજબ કામ તો કરી આપશે, પરંતુ એ કામમાં તે તમારી સાથે ઇમોશનલી જોડાયેલો નહિ હોય. તેના બદલે જો તમે તેની વાત સાંભળશો, એના આઈડિયાને એપ્રિસિએટ કરશો અને તેમાં જ३રી સુધારા કરી અથવા તો તમારા અને એના આઈડિયાનું ફ્યુઝન કરી કશુંક નવું સર્જન કરશો તો ચોક્કસપણે તે તેની એક્સ્ટ્રા એફર્ટ લગાવીને કામ કરશે.

પોતાનો આગ્રહ જતો કરવાની, સામેની વ્યક્તિની વાત સમજવાની , તેના મતને આવકારવાની, મત તમારાથી વિરુદ્ધ હોય. તો પણ એને એપ્રિસિએટ કરી પોતાની વાત તે સમજી શકે તે રીતે વ્યક્ત કરવાની આવડત એ જ ઈમોશનલ ઇન્ટેલિજન્સ. આ EQ ની મદદથી જ તમે વર્કપ્લેસ પર સુગમતા, સંવાદિતતા, સર્જનાત્મકતા અને ઉત્પાદકતા વધારી શકો છો.

ઈમોશનલ ઇન્ટેલિજન્સના વર્કપ્લેસ પર અનેક લાભ છે.
  1. વર્ક પરફોર્મન્સ વધે છે.
  2. કર્મચારીના પારિવારિક અને વર્કપ્લેસ સંબંધો સારા હોવાથી તેનું સ્ટ્રેસ લેવલ નીચું રહે છે.
  3. સોશિયલ રિલેશન અને કમ્યુનિકેશન સ્કિલ વિકસે છે.
  4. ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી પર પોઝિટિવ અસર થાય છે.
  5. ઓફિસ કોન્ફ્લિક્ટ સરળતાથી ટાળી શકાય છે.
  6. વ્યક્તિ પોતાના ગ્રુપ, સિનિયર્સ અને લીડર્સ સાથે તાલમેલ સાધી શકે છે.
  7. વર્ક લાઈફ બેલેન્સ બની રહે છે.
  8. ક્લાયન્ટ્સ સાથે ડીલ કરવામાં સરળતા રહે છે.
  9. વર્કપ્લેસ પર આનંદી વાતાવરણ નિર્માણ પામે છે, જે દરેક બિઝનેસ માટે અનિવાર્ય બાબત છે.
  10. લીડરશીપ સ્ટ્રોંગ અને અસરકારક બને છે.

કેવી રીતે વધારશો ઈમોશનલ ઇન્ટેલિજન્સ ? :- તમને ખબર છે, ઈમોશનલ ઇન્ટેલિજન્સ સતત ચાલતી પ્રક્રિયા છે. માણસનો IQ જીવનભર બદલાતો નથી, પરંતુ EQ ના સ્તરમાં તમે વધારો કરી શકો છો અને તેના આધારે તમારા બિઝનેસને સફળતાની ટોચે લઇ જઈ શકો છો. કેવી રીતે? તો ચાલો જાણીએ;

  1. આત્મનિરીક્ષણ : આત્મનિરીક્ષણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જેટલું મહત્વનું છે, એટલું જ મહત્વનું બિઝનેસ ની સફળતા માટે પણ છે. જો તમે તમારી જાતનું નિરીક્ષણ નહિ કરો તો તમે તમારી લાગણીઓમાં આવતા ચઢાવ-ઉતારને સમજી નહિ શકો. આજની ફાસ્ટ લાઈફમાં આપણે આપણી લાગણીઓ સાથેના સંબંધો લોન્ગ-ડિસ્ટન્સ રિલેશનશિપ જેવો કરી નાખ્યો છે. તેની સાથે ३બ३ થતા જ નથી. સેલ્ફ ઓબ્ઝર્વિંગ પ્લાનર તૈયાર કરો.

2. તમારી લાગણી માટે જવાબદારી સ્વીકારો : આપણે જયારે ગુસ્સે થઈએ છીએ, ત્યારે બીજાને દોષ દઈએ છીએ. જેમ કે બોસ હંમેશા પોતાના ગુસ્સા માટે કર્મચારીની નિષ્ફળતાને જવાબદાર ગણાવે છે, પતિ ઘરે ગુસ્સો કરે ત્યારે તેના બાળકોના વર્તન કે પત્નીની અપેક્ષા ને જવાબદાર ગણાવે છે. યાદ રાખો, તમારી લાગણીમાં આવતા ચઢાવ-ઉતાર માટે અન્ય કોઈ નહિ, પરંતુ તમે પોતે જ જવાબદાર હોવ છો. જો તમારે ઇમોશનલી સ્ટેબલ બનવું હોય તો સૌપ્રથમ પોતાના વર્તન માટે જવાબદારી સ્વીકારતા શીખો.

3. તમારા અભિપ્રાયો અને સવાલોનું મૂલ્ય સમજો : આજના જમાનામાં સૌ સલાહ આપવા ઉતાવળા હોય છે. નાની અમથી બાબતમાં અન્ય વ્યક્તિ વિશેનો અભિપ્રાય બાંધી લે છે અને મનમાં જ જે-તે વ્યક્તિના વર્તનનું મૂલ્યાંકન કરીને આ અભિપ્રાયને મજબૂત બનાવતા રહે છે. ઈમોશન ઇન્ટેલીજન્ટ વ્યક્તિ હંમેશા અભિપ્રાય બાંધતા અને આપતા પહેલા તે અંગે જાતને સવાલો પૂછીને ખરાઈ કરે છે.

4. પોઝિટિવિટીની ઉજવણી કરો : જો તમે હેપ્પીનેસનો અનુભવ કરતા હો તો એ ક્ષણ ને નાની ટ્રીટ દ્વારા તમારા કર્મચારીઓ સાથે વહેંચીને ઉજવવી જોઈએ. સમયાંતરે તમારા પાર્ટનર તરફ પ્રેમની લાગણી, કર્મચારીઓ તરફ આભારની લાગણી વ્યક્ત કરતા રહો. આ ભલે તમને વધારાનો ટાસ્ક લાગે પણ તેનાથી તમારામાં પોઝિટિવ ઉર્જાનો વધારો થશે અને સાથે તમારી સાથે જોડાયેલી વ્યક્તિઓમાં પણ પોઝિટિવિટીનો સંચાર થશે. કહેવાય છે ને કે પરિવાર ખુશ તો તમે ખુશ, કર્મચારી ખુશ તો બોસ ખુશ.

5. નેગેટિવિટીને અવગણો નહિ : જેમ પોઝિટિવ ઇમોશન્સનું સેલિબ્રેશન કરો છો, તેમ નેગેટિવ ઇમોશન્સનો આવેગ આવે ત્યારે તેને દબાવી દેવાને બદલે તેના કારણોને સમજો, ટ્રીગર પોઇન્ટ ઓળખો અને તેના તરફ કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે શીખો.

6. ડીપ બ્રીધીંગ : સ્ટ્રેસ અને નેગેટિવ ઈમોશન્સ ને સ્પાઇક કરે તેવી અનેકવિધ ઘટના રોજબરોજ બનતી રહેવાની. તમારે આ ઘટનાઓ સામે પ્રતિક્રિયા આપતા પૂર્વે શાંત મને ઊંડા શ્વાસ લેવા જોઈએ. તમારી ઇમોશન્સને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો. આંખ બંધ કરીને તમને આનંદ આપતી ઘટના વિષે વિચારો. નિશ્ચિતપણે આ પ્રયોગ તમારી ઉપર ગયેલા નેગેટિવ ઇમોશનના આવેગને માઈલ્ડ કરશે.

7. રોલ મોડેલ સેટ કરો : દરેકને સમયાંતરે પ્રેરણાની જ३ર પડે છે. તમારા મનને મોટીવેટ કરી શકે તેવા રોલમોડલ પાસેથી સમયાંતરે પ્રેરણા લો. તેઓ કેવી રીતે બિઝનેસ અને લાઈફમાં નેગેટિવ ઇમોશન્સને હેન્ડલ કરે છે, તે સમજો.

8. નિંદ્રા, આહાર અને કસરત : મેન્ટલી અને ફિઝીકલી સ્ટ્રોંગ બનવા કે હેલ્ધી રહેવા પૂરતી નિંદ્રા લેવી ખુબ આવશ્યક છે. ઊંઘ એ તમારા મનને પ્રફુલ્લિત રાખવાનું કામ કરે છે. એવી જ રીતે, હેલ્ધી આહાર શારીરિક અને માનસિક રીતે ઉર્જાવાન બનાવે છે. આજના બેઠાડુ જીવનમાં કસરત પણ મનને એક્ટિવ રાખવાનું મહત્વનું પરિબળ છે.

9. શોખ કેળવો : વ્યવસાયિક જીવનમાં તમારી વ્યસ્તતા કેટલી પણ કેમ ન હોય, પરંતુ તમારે જીવનને આનંદદાયક બનાવવા માટે શોખ કેળવવા જ३રી છે. આપણે જોયું કે અનેક મોટા બિઝનેસમેન મ્યુઝિક, ચેસ રમવાનો, ચિત્ર બનાવવાનો શોખ ધરાવતા હોય છે. વોરેન બફેટ અને બિલ ગેટ્સ બ્રિજ અને પોકર (પત્તા ની રમત) રમવાનો શોખ ધરાવે છે. સચિન તેંડુલકર ટેનિસ મેચ જોવાનો શોખ ધરાવે છે. અને રિચાર્ડ બ્રાન્સને તો પોતાના અવકાશયાત્રા ના શોખ ને બિઝનેસ માં પરિવર્તિત કરી દીધો.

10. અપેક્ષાઓ મર્યાદિત રાખો : સફળ થવા માટે અપેક્ષા રાખવી જ३રી છે, પરંતુ ક્યારેક આ જ અપેક્ષાઓનો અતિરેક આપણા માટે જીવલેણ બની શકે છે. આપણી અપેક્ષાનું ચક્ર એવું હોવું જોઈએ કે એક અપેક્ષા પુરી કરી લઈએ પછી થોડો બ્રેક લઇ ફરી બીજો ગોલ સેટ કરીએ. લોકો તરફની વધુ પડતી અપેક્ષા પણ તમારી હતાશાનું કારણ બની શકે છે. તમે એવું માનતા હોવ કે લોકો તમારો વિશ્વાસ ક્યારેય ન તોડે તો એ શક્ય નથી બનવાનું, કારણકે સામેની વ્યક્તિ તમારા સ્વભાવ મુજબ નહિ, પરંતુ એના સ્વભાવ મુજબ વર્તવા ટેવાયેલી હોય છે.]

IMPACT: EQ વધારવાનો મેજીક મંત્ર

ઈમોશનલ ઇન્ટેલિજન્સ વિશેનો એક ચમત્કારિક મંત્ર છે: IMPACT, તો ચાલો આ ઈમ્પૅક્ટ નો મેજીકલ મંત્ર ‘ હું અનુસરીશ’ એ રીતે સમજીએ..

  • I – Insight : હું મારી ક્ષમતા અને મર્યાદાઓને સમજવાનો પ્રયત્ન કરીશ. મારી અંદર ધસમસતા પોઝિટિવ અને નેગેટિવ આવેગોને પણ ઓળખવાનો પ્રયત્ન કરીશ.
  • M – Motivation : કટોકટી ના સમયે હું મારી જાતને મોટીવેટ કરીશ. મોટિવેશન ને જીવનના દરેક તબક્કે સ્વીકારીશ.
  • P Planning : હું પ્લાંનિંગ નું મહત્વ સમજુ છું. મારા ગોલ એચિવ કરવા હું નિશ્ચિતપણે જ પ્લાંનિંગ સ્ટ્રેટેજી અપનાવીશ.
  • A – Authenticity : હું મારા ગોલ, મારા કર્મચારીઓ, મારા અભિપ્રાયો, મારા આવેગો તરફ પ્રામાણિક રહીશ. જયારે પણ કમિટમેન્ટ કરીશ ત્યારે પ્રમાણિકપણે તેને નિભાવીશ.
  • C – Communication : હું મારી લાગણીઓ વિષે મુક્ત મને વાતચીત કરીશ. મારા કર્મચારીઓની સાથે પણ તેમના ઈમોશનલ મેનેજમેન્ટ માટે વાતચીત કરીશ. ઇફેક્ટિવ કમ્યુનિકેટર બનવા પ્રયત્નો કરીશ.
  • T – Tracking : મારી લાગણીઓમાં આવતા અપ્સ એન્ડ ડાઉન્સનું મોનીટરીંગ કરીશ. મારી પ્રતિક્રિયાઓ, મારા વ્યવહારને પણ એક ડાયરીમાં નોંધીશ અને મારા ઇમોશન્સને ટ્રેક કરી પોઝિટિવ બનાવવાનો પ્રયત્ન કરીશ.

જો તમે ઈમોશનલ ક્ષમતાઓ ધરાવતા હો, જો તમે જાત તરફ સભાન નથી, જો તમે તમારા નેગેટિવ ઇમો શન્સને સંભાળી શકતા હોવ, જો તમે અન્ય તરફ સહાનુભૂતિ ધરાવતા હો, તમારા અન્ય સાથેના સંબંધો મજબૂત હોય, તો પછી તમે કેટલા પણ સ્માર્ટ કે હોશિયાર હોવ તેનું કોઈ મહત્વ નથી.” – ડેનિયલ ગૌલમેન