ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણી : સહકાર પેનલ વિજેતા

453

DIAMOND TIMES – ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલ વિજેતા બની છે.જ્યારે પરિવર્તન પેનલની હાર થઈ છે.ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં 20 ટકાથી પણ ઓછું મતદાન થયુ છે.ચેમ્બરમાં કુલ 9500 મેમ્બર છે.આમ છતા કુલ 1731 મત પડ્યા હતા.જે પૈકી 156 મત ઈનવેલિડ થયા હતાં,જ્યારે 1575 મત વેલિડ થયા હતાં.

સતત બીજા વર્ષે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ રહી છે.પરંતુ ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં સભ્યોએ ખુબ ઓછો રસ દાખવ્યો હતો.46 બેઠકો માટે 54 ઉમેદવારો મેદાન હતાં.જેમાં સહકાર પેનલના 46 અને પરિવર્તન પેનલના 8 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો.ઈલેક્શન કમિટીને પડકાર આપીને 35 ઉમેદવારો આર્બિટ્રેશનમાં ગયા હતાં. આર્બિટ્રેશન કમિટીએ ચૂકાદો આપ્યા બાદ ઈલેક્શન કમિટીને ઉથલાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતાં.આ વિવાદ શાંત થતાં ફરી નવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ઉમેદવારોને ઈલેક્શન કમિટી કમળનું ચિન્હ ફાળવી દેતા નવો વિવાદ સર્જાયો હતો.