DIAMOND TIMES- રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસીય બેઠક સમાપ્ત થઈ છે.રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિ (MPC-Monetary Policy Committee)ની બેઠકમાં લેવાયેલા વ્યાજદરોના નિર્ણયોની જાહેરાત કરી હતી.જેમા રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા જાળવી રાખ્યો છે.
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૃદ્ધિ માટે ટકાઉ ધોરણે પુનરુત્થાન માટે પોતાનું નરમ વલણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે કોવિડ-19 ની શરૂઆત બાદથી કેન્દ્રીય બેંકે 100 થી વધુ પગલાં લીધા છે.ફુગાવો અપેક્ષા કરતા વધુ અનુકૂળ છે.અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ગતિ પકડી રહી છે.ભારતીય રિઝર્વ બેંકે 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.રેપો રેટનો આ સ્તર એપ્રિલ 2001 બાદથી સૌથી નીચો છે. તમામ MPS સભ્યો વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણમાં છે.તેમણે ઉમેર્યુ કે અર્થતંત્રમાં રિકવરીના સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યા છે.
રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની બેઠકના મુખ્ય મુદ્દાઓ
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમામ સભ્યો વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં દેશના વાસ્તવિક જીડીપીમાં 9.5 ટકાની વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકા.
નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો વાસ્તવિક જીડીપી 17.1 ટકા રહી શકે છે.
નાણાકીય વર્ષ 2021-2022 માં સીપીઆઈ ફુગાવો 5.3 ટકા રહેવાની શક્યતા છે. છેલ્લી બેઠકમાં તે 5.7 ટકા રહેવાનો અંદાજ લાગવાયો હતો.
મોંઘવારીનો દર બીજા ક્વાર્ટરમાં 5.1 ટકા રહી ચકે છે, ત્રીજા ક્વાર્ટરમાં 4.5 અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહી શકે છે.
નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ક્વાર્ટરમાં CPI ફુગાવો 5.2 ટકા રહેવાની શક્યતા છે.
રેપો રેટ 4% પર સ્થિર અને 3.35% પર રિવર્સ રેપો રેટ યથાવત.
આ સાથે બેંક દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 4.25 ટકા પર જ છે.