વૈશાખ સુદ ત્રીજ તિથિને અક્ષયતૃતીયા કે અખાત્રીજ તરીકે ઓળખવામાં આવે છે . પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તેનું અક્ષય ફળ મળે છે.તેથી અક્ષયતૃતીયાને દાન, સ્નાન, લક્ષ્મીપૂજન, વિષણુપૂજન, સુવર્ણ સહિતની ખરીદી, લગ્ન સહીતના માંગલિક પ્રસંગો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
DIAMOND TIMES- અક્ષય તૃતિયાના પાવન દીવસે તમામ પ્રકારના માંગલિક કાર્યો ચોઘડિયા જોયા વિના જ થતાં હોય છે.વળી અક્ષય તૃતિયાના પર્વ પર સોના-ચાંદીની ખરીદી ખુબ જ શુકનિયાળ ગણાતી હોવાથી સોના-ચાંદીના ધૂમ વેપાર થાય છે.પરંતુ કોરોનાના કારણે સતત બીજા વર્ષે વેપાર બંધ રહેતા જવેલર્સોને જંગી આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
ગુજરાત સરકારે મીની લોકડાઉનની અવધિ 18 મે સુધી વધારી દીધી છે.જ્યારે આગામી 14-મે અને શુક્રવારના રોજ અક્ષય તૃતિયા છે.જેથી ઝવેરી બજારો બંધ રહેવાને કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકશાન થવાનું છે.ઉલ્લેખનિય છે કે નાના ઝવેરીઓને ધંધો ગુમાવવાને કારણે મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.ગત વર્ષે પણ અક્ષય તૃતિયાના પર્વ પર લોકડાઉનથી જવેલર્સોને મોટો આર્થિક ફટકો પડયો હતો.ગુજરાતના જ્વેલર્સ વાર્ષિક કારોબારના 20 ટકા કમાણી અખાત્રીજના કરી લેતા હોય છે.ગત વર્ષે નાના ઝવેરીઓના કારોબારમાં 60 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
જો કે કેટલાક જ્વેલર્સે હવે ઓનલાઇન શોપિંગ તેમજ હોમ ડિલિવરી જેવા વિકલ્પ આપીને કારોબાર જાળવી રાખવા પ્રયત્નો કરી રહ્યા છે.