DIAMOND TIMES – સર્વેમાં બહાર આવેલી વિગત મુજબ ઈ-કોમર્સ નિયમોમાં મોટાપાયે સુધારની આવશ્યકતાને લક્ષમાં રાખીને સરકારે ઇ-કોમર્સ નિયમો ઘડતાં પહેલાં ખાસ ભલામણોને ધ્યાનમાં લેવાની જરૂર છે.કારણ કે હાલના ફોર્મેટમાં વિભિન્ન કાયદાકીય માળખાઓ અસ્પષ્ટ અને અસંતુષ્ટ છે.
કાયદાકીય નિષ્ણાતોએ ટીપ્પણી કરતા કહ્યુ કે ગત 21 જૂને સરકારે જારી કરેલા ઇ-કોમર્સ નિયમોના ડ્રાફ્ટમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ગુડ્સ એન્ડ સર્વિસિઝના બોગસ વેચાણો તેમજ છેતરપિંડી પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ હતો.ગ્રાહક સુરક્ષા નિયમો, 2020માં સૂચવેલા અન્ય મુખ્ય સુધારાઓમાં ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર ફરિયાદ નિવારણ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ છે.
ઈ-કોમર્સ કંપનીઓ અન્ય સ્થાનિક વેપારીઓના ગુડ્સ-સર્વિસિઝના વેચાણ ગ્રોથ માટે જવાબદાર છે. પ્રસ્તાવિત પ્રતિબંધો એમએસએમઈના બિઝનેસને નુકસાન કરશે. નિયમો ઈ-કોમર્સ માર્કેટ પ્લેસના મૂળને નબળા બનાવશે. જ્યારે પ્લેટફોર્મ સેલર્સ દ્વારા પૂરી પાડવામાં આવતી માહિતીને ટ્રાન્સમિટ કરવા માટે જવાબદાર હોય ત્યારે સેલર્સ દ્વારા કરવામાં આવેલા છેતરપિંડી માટે પણ તે જ જવાબદાર બને છે.