ડાયમકોરે ત્રીજા ક્વાર્ટરમાં 2.1 મિલિયન ડોલરના રફ હીરાનું વેચાણ કર્યું

DIAMOND TIMES : કેનેડાની રફ કંપની ડાયમકોર માઇનિંગે ત્રીજા નાણાકીય કવાર્ટર ગાળામાં ઊંચા વોલ્યુમ વેચાણ અને ઓફર કરેલા મોટા રફ હીરાની સંખ્યામાં વધારા વચ્ચે ટેન્ડરમાંથી 2.1 મિલિયન ડોલરનો કારોબાર કર્યો હતો.કંપનીએ 31 ડિસેમ્બરે પૂરા થતા ત્રણ મહિના માટે દક્ષિણ આફ્રિકામાં વેનેટીયા ડિપોઝિટ ખાતે તેના ક્રોન-એન્ડોરામાંથી 8,328 કેરેટ રફનું વેચાણ કર્યું હતું, જે કેરેટ દીઠ 247 ડોલરના સરેરાશ ભાવે હતું.

આ મહિનાની શરૂઆતમાં કંપનીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, અગાઉના ક્વાર્ટર દરમિયાન વેચાયેલા માલસામાનના જથ્થામાંથી કુલ 121 ટકાનો વધારો દર્શાવે છે.વર્ષના છેલ્લા ટેન્ડરમાં, ડાયમકોર રફના 2,809 કેરેટના વેચાણમાંથી 629,284 ડોલર ઉપજ્યા હતા, જે કેરેટ દીઠ 224 ડોલરના સરેરાશ ભાવે હતા.

આ સમયગાળા દરમિયાન યોજાયેલા બે ટેન્ડરમાં 10.8 કેરેટથી વધુ વજન ધરાવતા જેમ્સ ક્વોલિટીવાળા રફ હીરાનો સમાવેશ થાય છે. તેમાંથી સૌથી મોટો રફ 43.55 કેરેટનો હતો.ક્વાર્ટર દરમિયાન, ડાયમકોરે વધારાના 1,025 કેરેટ પણ રિકવર કર્યા હતા, જે તેણે હજુ સુધી ટેન્ડર માટે મૂક્યા નથી. કંપની તેમને ચોથા નાણાકીય ક્વાર્ટર ગાળાના પ્રથમ ટેન્ડરમાં 31 ડિસેમ્બર પહેલા ઉત્પાદિત કોઈપણ અન્ય રફની સાથે ઓફર કરશે.

ડાયમકોરના સીઇઓ ડીન ટેલરે જણાવ્યું હતું કે, અમારા પ્રયત્નો પ્રોસેસિંગ વોલ્યુમમાં વધારો કરવા અને મોટા, ઉચ્ચ-મૂલ્ય ધરાવતા રફ હીરાની રિકવરી ચાલુ રાખવા પર કેન્દ્રિત છે.