ગુજરાતમાં રોકાણની તકો અંગે દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં યોજાયેલી કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું પ્રેઝન્ટેશન નિહાળીને વિશ્વના દિગ્ગજ બિઝનેસમેન પ્રભાવિત.
DIAMOND TIMES – દુબઇમાં આયોજિત બિઝનેસ એક્ષ્પોને સમાંતર દુબઇમાં જ યોજાયેલી ગુજરાતમા ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી વિષય પર આયોજિત એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં દુબઇના 10 થી વધુ રોકાણકારોએ સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સમાં ઓફિસ ખરીદવા માટે તૈયારી દાખવી છે.દુબઇમાં યોજાયેલી આ કોન્ફરન્સ માં સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સનું એક ઓડિયો વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન જોઇને વિશ્વના દિગ્ગજ બિઝનેસ મેન પ્રભાવિત થયા હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રિજિયન ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું.
સુરતમાં આકાર પામી રહેલા ડાયમંડ બુર્સની ખ્યાતિ હવે વિશ્વભરમાં પ્રસરી રહી છે.દુબઇની તાજ બિઝનેસ હોટેલમાં ગુજરાતમાં રોકાણની તકો અંગે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સુરતથી હીરા ઉદ્યોગપતિ અને જીજેઇપીસી ના ચેરમેન દિનેશ નાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.દિનેશભાઇના કહેવા મુજબ વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિઓને ગુજરાત માં રોકાણની તકો અંગે જુદા જુદા પ્રોજેક્ટથી માહિતીગાર કરવામાં આવ્યા હતા.ગુજરાતમાં કયા કયા ક્ષેત્રોમાં રોકાણ લાભદાયી નિવડશે,સરકાર કેવી રીતે મદદરૂપ થશે વગેરે બાબતોથી વાકેફ કરવામાં આવ્યા હતા.આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સુરતમાં આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડીંગ સમા ડાયમંડ બુર્સનું વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
ડાયમંડ બુર્સમાં ઓફિસોના ભાવમાં 80 ટકાનો વધારો, ઓફિસ ખરીદવા 400 વેપારીઓ વેઇટિંગમાં
નવનિર્મિત હીરા બુર્સનું ઉદ્દઘાટન થાય તે પહેલાં જ ઓફિસોના ભાવમાં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. મુંબઈનો હીરા ઉદ્યોગ સુરતમાં શિફ્ટ થઈ રહ્યો હોવાથી રહી ગયેલા વેપારીઓ હવે જોર લગાવી રહ્યા છે ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ કહ્યુ કે 400 વેપારીઓએ ઓફિસ ખરીદવા અરજીઓ કરી છે.બીજી તરફ દુબઈના 10 થી વધુ મોટા રોકાણકારો સુરત બુર્સમાં ઓફિસ ખરીદવા આગળ આવ્યા છે.
બુર્સની ઓફિસો શરૂઆતમાં સરેરાશ 8 હજાર રૂપિયે સ્ક્વેર ફૂટના ભાવે વેચાઈ હતી. જોકે, કન્સ્ટ્રક્શન પૂર્ણ થાય તે પહેલાં જ તમામ ઓફિસો વેચાઈ ગઈ હતી. હવે લોકો વધારે રૂપિયા આપવા માટે તૈયાર થતાં હાલમાં ભાવ 10 હજારને પાર થઈ ગયો છે.અમુક પ્રાઈમ લોકેશનની ઓફિસો 12000થી વધુ કીંમતે વેચાઈ રહી છે.9 બિલ્ડિંગ ધરાવતા સુરત બુર્સમાં પ્રત્યેક બિલ્ડિંગના 14 માળ છે.જેમાં અલગ અલગ સાઈઝની 4200 ઓફિસ છે.વેપારીઓ નીચેના માળે ઓફિસ વધુ પસંદ છે.કારણ કે, ગ્રાહકો સૌથી પહેલા નીચેના માળની ઓફિસોમાં આવે છે.આમ તો બધી જ ઓફિસોના ભાવ પ્રિમિયમ છે પરંતુ 1થી 4 માળના ભાવ 35 ટકા સુધી પ્રિમિયમ છે.ડાયમંડ બુર્સના ડિરેક્ટર મથુરભાઈ સવાણીએ કહ્યું કે હીરા બુર્સમાં 4200 ઓફિસો છે.જે તમામ સેલ થઈ ગઈ છે.હવે જેમણે ખરીદવી છે તે ડાયરેક્ટ હીરા વેપારી પાસેથી જ રિ-સેલમાં ખરીદી શકે છે.થોડા દિવસ પહેલા જ ડાયમંડ બુર્સમાંની એક ઓફિસ 14500 રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે વેચાઈ હતી.