DIAMOND TIMES : રફ હીરાનું વેચાણ કરતી ડાયમંડ ટ્રેડિંગ કંપનીની સાઇટ આજથી શરૂ. 9 જૂન સુધી ચાલનારી રફ હીરાની સાઇટમાં મોટાભાગની હીરાની ક્વોલિટીમાં કિંમત ઘટે તેવી શક્યતા હીરા ઉદ્યોગકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વૈશ્વિક બજારમાં કટ-પોલિશ્ડ હીરાની ડિમાન્ડ નહીં હોવાથી તેની કિંમત સ્થિર છે. જ્યારે બીજી બાજુ રશિયાના હીરા પર પ્રતિબંધ મૂકવાની વાતોને લીધે રફ હીરાની કિંમત સતત વધી રહી છે. આવા સંજોગોમાં હીરા ઉદ્યોગકારો મોટાપાયે ઉત્પાદન કરવા કરતા ડિમાન્ડ નીકળવાની રાહ જોઇ રહ્યા છે. આજથી પાંચ દિવસીય રફ હીરાની સાઇટ શરૂ. ત્યારે હીરા ઉદ્યોગકારોને આશા છે કે બજારની પરિસ્થિતિ પ્રમાણે મોટાભાગના રફ હીરાની ક્વોલિટીમાં કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રીજનલ ચેરમેન વિજય માંગુકિયાએ જણાવ્યું કે હાલ હીરા ઉદ્યોગમાં જે પરિસ્થિતિ છે તેને જોતા અમુક ક્વોલિટીમાં કિંમત ઘટે અથવા તો યથાવત રહેવાની શક્યતા જણાઇ રહી છે.