DIAMOND TIMES- હીરાના કટીંગ અને વેંચાણના અંતિમ વિવિધ તબક્કાઓ માટે શ્રેણીબધ્ધ આધુનિક મશીનરીની ભેટ આપનાર અગ્રણી ટેકનોલોજી કંપની ડીઆરસી ટેક્નોએ ડાયમંડ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ GemID લોંચ કરી છે.આ ટેકનોલોજીની સિસ્ટમમાં સ્કેન કરેલા કોઈપણ હીરાની સંપૂર્ણ અને અનન્ય ઓળખ મળી શકશે.જેનાથી હીરાની ખરીદી કરનાર ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી શકાશે.
ડીઆરસી ટેક્નો દ્વારા વિકસાવવામાં આવેલા આ અધતન ડાયમંડ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ GemIDમાં કોઈપણ કદ કે આકારના હીરાનુ સ્કેનીંગ કરી શકવાની ક્ષમતા છે.હીરાને સ્કેન કરતાની સાથે જ આ મશીન પ્રથમ હીરાની (DNA) ડિજિટલ પ્રિન્ટ બનાવે છે અને બાદમા આ પ્રિન્ટને સિસ્ટમમાં સ્ટોર કરે છે.એક વખત આ મશીનમા હીરાનુ સ્ક્રીંનીંગ કર્યા બાદ આ ડિજિટલ માહિતીના આધારે અન્ય વપરાશકર્તા કોઈપણ સમયે હીરાને ફરીથી સ્કેન કરી હીરાની ઓળખ મેળવી શકે છે.
GemID કોઈપણ કદ કે આકારના હીરાનું સ્કેનીંગ કરવાની ધરાવે છે વિશેષ ક્ષમતા
હીરા અને ઝવેરાત ઉદ્યોગ વિશ્વાસના આધારે ચાલે છે.પરંતુ આંગણીના વેઠે ગણી શકાય એટલા અપ્રામાણિક વ્યક્તિઓ દ્વારા અનેક વખત છેતરપિંડી કરવાના કિસ્સાઓ બહાર આવે છે. મુઠ્ઠીભર અપ્રામાણિક તત્વોના મલિન ઇરાદાના કારણે સમગ્ર હીરા અને ઝવેરાત ઉદ્યોગને ભોગવવાનો વારો આવે છે. આ પ્રકારની મલિન હરકતના કારણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે વર્ષોની મહેનત પછી પ્રસ્થાપિત થયેલો વિશ્વાસનો સેતુ તુટી જાય છે.પ્રયોગશાળામાં પ્રમાણિત કરેલા હીરા કે રત્નોનો બદલો મારી આવા લોકોએ ગ્રાહકોને રીતસર ત્રાસ આપ્યો છે.પરિણામે હીરા કે કીંમતિ રંગીન રત્નો ખરીદતા ગ્રાહકો હવે ખાતરી કરવા માંગે છે કે તમણે ખરીદેલા હીરા અને કિંમતી રત્ન હંમેશાં અસલ અને અધિકૃત તરીકે ચકાસણી કરેલા જ હોવા જોઇએ. ગ્રાહકોની એ માંગને પુર્ણ કરવા તેમજ હીરા – ઝવેરાત ઉદ્યોગની ઉપરોક્ત સમસ્યાને નેસ્ત નાબુદ કરવાના ઈરાદા સાથે ડીઆરસી ટેક્નો કંપનીએ અધતન ડાયમંડ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ GemID લોંચ કરી છે.આ સિસ્ટમ હવે હીરા અને ઝવેરાત ઉદ્યોગની વર્ષો જુની આ સમસ્યામાથી છૂટકારો આપી,કારોબારીઓ ગ્રાહકોનાં આત્મવિશ્વાસ વધારવામાં નિમિત્ત બનવાની છે.
ડીઆરસી ટેક્નો દ્વારા નિર્મિત અધતન ડાયમંડ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ GemID ગ્રાહકો, રિટેલર વેપારીઓ , પ્રયોગશાળાઓ સહીત તમામ વપરાશ કર્તાઓને હીરા અને રંગીન રત્નોની ખરીદી બાબતે સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ અપાવી શકવા સક્ષમ છે.હીરા અને ઝવેરાત ઉદ્યોગ માટે આશિર્વદ સમાન આ સિસ્ટમ વાપરવામાં સરળ અને ઝડપી સેવા આપે છે.જેની કિંમત 4999 અમેરીકી ડોલર નિર્ધારીત કરવામાં આવી છે. ઉપરાંત આ સિસ્ટમની ખરીદી પર ડીઆરસી ટેક્નો એક વર્ષની વ્યાપક બાંયધરી આપે છે.