આધુનિક રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરી આત્મનિર્ભર ભારતની દીશામા DRCનું વધુ એક મક્કમ કદમ

1140

DIAMOND TIMES – જેમ્સ એન્ડ જ્વેલરી, હેલ્થકેર ઉપરાંત હીરાને તૈયાર કરવાના દરેક ઓપરેશનલ તબક્કે વપરાતી આધુનિક અને કાંતિકારી ટેકનોલોજીનું ઉત્પાદન કરતી સુરતની અગ્રણી કંપની ડાયમટેક રિસર્ચ સેન્ટર(DRC)એ તેમના નવા અત્યાધુનિક રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટરનો શુભારંભ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન મેઈક ઇન ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારતની દીશામા વધુ એક મક્કમ કદમ માંડ્યુ છે.

સુરતના કતારગામ વિસ્તારમાં અત્યંત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી ત્રણ માળની ઇમારતમાં અંદાજે 18,000 ચોરસ ફૂટ વિસ્તારમાં DRCના નવા રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટરને ગત તારીખ 10 સપ્ટેમ્બર-2021 ના રોજ વેડરોડ ગુરૂકુળના શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી,હીરા ઉદ્યોગના અગ્રણીઓ,સામાજિક-રાજસ્વી મહાનુ ભાવોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે હીરાની અગ્રણી કંપની ધર્મનંદન ડાયમંડના શ્રી લાલજીભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

વૈશ્વિક સ્તરે વિસ્તરવા માટે DRC નું આ એક મોટુ કદમ : વિપુલ સુતરિયા

નવા રિસર્ચ અને ડેવલોપમેન્ટના ઓપનિંગ પ્રસંગે પ્રતિભાવ આપતા ડીઆરસીના ડિરેક્ટર વિપુલ સુતરિયાએ કહ્યુ કે DRCનું આ નવુ રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં આમુલ પરિવર્તન અને લોકોના જીવન ધોરણમાં ગુણવત્તા યુક્ત સુધાર લાવવાના કંપનીના મુખ્ય મિશનની પ્રતિબદ્ધતામાં વધારો કરશે.એન્જિનિયરિંગ પ્રતિભા અને બિઝનેસ સંભાવનાઓ સભર ટેકનોલોજી ઇનોવેશન હબ તરીકે વર્તમાન સમયે ન્યુ ઇન્ડીયા પ્રસ્થાપિત થઈ ચુક્યુ છે . ભારતની સરહદો ઓળંગી એશિયાના દેશોમાં વિસ્તરવા માટે DRCનું આ એક મોટુ કદમ છે.જે સમગ્ર વિશ્વમાં બિઝનેસ વધારવાની DRCની વ્યુહ રચના તેમજ હીરા ઉદ્યોગમાં ઉકેલો લાવવાની ક્ષમતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

DRC સિન્થેટીક હીરાને પરીક્ષણ કરવાની આધુનિક ટેકનોલોજી યુક્ત મશીનરીના નિર્માણમાં અગ્રેસર છે.વર્ષ 2015માં કંપનીએ સિન્થેટીક હીરાને શોધવા માટે વિશ્વનું પ્રથમ અને સૌથી વધુ ક્ષમતા ધરાવતું ડી-સિક્યોર લોન્ચ કર્યું હતુ.જેણે સમગ્ર વિશ્વમાં જ્વેલરી રિટેલર્સનો વિશ્વાસ મેળવવામાં સફળ રહ્યુ હતુ.ડી-સિક્યોર ડીઆરસીનું ફર્સ્ટ જનરેશન સિન્થેટીક ડીટેકશન મશીન છે.ત્યારબાદ કંપનીએ નેકસ્ટ જનરેશનમશીન જે-સિક્યોર લોંચ કર્યું હતુ.જે સ્ટડેડ જ્વેલરીમાંથી સિન્થેટિક હીરા શોધવાની વિશેષ ક્ષમતા ધરાવે છે.

ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીનીકરણ લાવવાના સંનિષ્ઠ પ્રયાસો : મનીષ સાવલીયા

DRCના સીઈઓ મનીષ સાવલીયાએ કહ્યુ કે આર એન્ડ ડી સેન્ટરમાં DRCએ કરેલા રોકાણો ટેકનોલોજીના ક્ષેત્રમાં નવીનીકરણ લાવવાના અમારા સંનિષ્ઠ પ્રયાસો ને વેગ આપવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.જેની મદદથી હીરા ઉદ્યોગની મુખ્ય જરૂરીયાતના રફ પોલિશિંગ અને વેચાણ સુધીના દરેક તબક્કે ઉપયોગમાં આવતી ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજી યુક્ત મશીનરીનો આવિષ્કાર કરવામાં મદદ મળશે.અત્યંત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર ધરાવતી ત્રણ માળની ઇમારતમાં અંદાજે 18,000 ચોરસ ફૂટ વિસ્તારમાં લગભગ 80 જેટલા એન્જિનિયરો હાલમાં કાર્યરત છે.કંપનીના રોડ મેપ અંગે વાત કરતા તેમણે કહ્યુ કે આગામી 2025 સુધીમાં 150 થી વધુ ઇજનેરો આ કાર્યમાં સામેલ કરવાની DRCને અપેક્ષા છે.