ઊંચા વ્યાજદરની ભીતિએ ડાઉમાં 645નો કડાકો : સોનું પણ તૂટયું

DIAMOND TIMES : અમેરિકામાં ફુગાવો ઘટાડવા માટે વ્યાજદરમાં વધારો ચાલુ રાખવો પડશે તેનાથી આર્થિક વિકાસ ઘટશે તેવી ફેડરલના ચેરમેન પૉવેલની ચેતવણી બાદ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં અમેરિકી શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.

આ અહેવાલો પાછળ ડાઉજોન્સ ઇન્ડેક્સ ૬૪૫ પોઇન્ટ તૂટી 32647ના તળિયે પટકાયો હતો. જ્યારે નાસ્ડેક 362 પોઇન્ટ તૂટી 12274 ઉતરી આવ્યા હતો.

જો કે ડોલરમાં વૃદ્ધિ થતા સોનું 24 ડોલર ઘટીને 1747 ડોલર પ્રતિ ઔંસ ઉતરી આવ્યું હતું.