તમારી પાસે કાર છે? તો આ સમાચાર આપના માટે છે ખુબ જ મહત્વના

156

આગામી 15 ફેબ્રુઆરીથી સમગ્ર ભારતના નેશનલ હાઈ-વે પર આવેલા દરેક ટોલ પ્લાઝા પરથી પસાર થનાર તમામ મોટરકારના માલિકોએ ટોલ ટેકસની ચૂકવણી માટે તેની ગાડી પર ફાસ્ટેગ લગાવવાનું ફરજિયાત બની જશે.આગામી 15 ફેબ્રુઆરીથી એ ફાસ્ટ ટેગ લગાવવાની અંતિમ તારીખ છે.બે વખત સમય મર્યાદા વધાર્નાર સરકાર હવે સરકાર હવે વધારાનો સમય આપવાના મુડમા નથી એમ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.તમામ કાર માટે ફાસ્ટેગ ફરજિયાત રહેશે એવી કેન્દ્ર સરકારે અગાઉ બે વખત જાહેરાત કરી છે.

ટોલ પેમેન્ટ્સ માટે અમલમાં આવનાર કોન્ટેક્ટલેસ સિસ્ટમ તેમજ ઈલેક્ટ્રોનિક પેમેન્ટ્સને ઉત્તેજન આપવા માટે સરકાર ફાસ્ટેગને ફરજિયાત બનાવવા માગે છે.15 ફેબ્રુઆરી પછી એક પણ ટોલ બૂથ પર રોકડ રકમ સ્વીકારવામાં નહીં આવે.આમ તો 2021ની 1 જાન્યુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવાયું હતું.પરંતુ અનિવાર્ય કારણોને લીધે સરકારે તેની મુદતને 15 ફેબ્રુઆરી સુધી લંબાવી હતી.હવે એ તારીખ નજીક આવી રહી છે.કારચાલકોએ 15 ફેબ્રુઆરી સુધીમાં ફાસ્ટેગ મેળવ્યું નહીં હોય એમને તથા એમની સાથેના પ્રવાસીઓને ત્રાસ પડી શકે છે.