ધી ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એન્ડ ઈમ્પોર્ટર્સ એસોસિએશન ઓફ અમેરિકા દ્વારા ન્યુયોર્કમાં ટેકનોલોજી પ્રદર્શનનો પ્રારંભ

901
ડાયમંડ સપ્લાય ચેનની ગુણવત્તા જાળવી રાખવા પર ભાર મુકતા ડીએમઇએના અધ્યક્ષ કહે છે કે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ સપ્લાય ચેનમાં કોઈ પણ પોઝિશન પરના ડીલર કે કારોબારી પાસે ડાયમંડની ચકાસણી માટે યોગ્ય ભરોસાપાત્ર ઉપકરણ હોવા જોઈએ. જેથી જાણે-અજાણે લેબગ્રોન અને કુદરતી ડાયમંડ વચ્ચેના ભેદને આસાનીથી પારખી શકે. આજના સમયમાં ડાયમંડ સ્ક્રિનિંગ ઉપકરણએ ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલા તમામ માટે ખુબ જ જરૂરી છે. સાથે-સાથે આ ઉપકરણનો વપરાશ પણ દરેકને આવડવો જોઈએ.

DIAMOND TIMES– ધી ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એન્ડ ઈમ્પોર્ટર્સ એસોસિએશન ઓફ અમેરિકા( ડીએમઆઈએ ) એ પોતાના સભ્યો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા ઓપરેટરોને ડાયમંડ સ્ક્રીનીંગ માટે વર્તમાન સમયમાં પ્રાપ્ય અત્યાધુનિક ઉપકરણોની જાણકારી અને ચકાસણી માટેની મોટી તક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી નેચરલ ડાયમંડ કાઉન્સિલ (એનડીસી) અને જ્વેલર્સ વિજિલન્સ કમિટી (જેવીએમસીસી) ના સાથે મળીને તેના પ્રથમ વાર્ષિક ડાયમંડ ટેકનોલોજી પ્રદર્શનની શરૂઆત કરી છે. આ પ્રદર્શન ડીએમઇએના મેનહટન સ્થિત પરિસર ધ વર્લ્ડ ડાયમંડ ટાવર ખાતે આગામી બે મહિના સુધી ચાલુ રહેશે.

ધી ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એન્ડ ઈમ્પોર્ટર્સ એસોસિએશન ઓફ અમેરિકાના પૂર્વ અધ્યક્ષ રોન્ની વેન્ડરલિન્ડે તેના કાર્યકાળ દરમિયાન ડાયમંડ ઈન્ટેગ્રિટી કમિટીની રચના કરી હતી.આ પ્રદર્શન ડીએમઆઈએની ડાયમંડ ઈન્ટેગ્રિટી કમિટી દ્વારા પ્રથમ વખત યોજવામાં આવ્યુ છે.ડીડીઆઈસીનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોના લાભ માટે કુદરતી અને મિડલ માર્કેટ ડાયમંડ પ્રોફેશનલ્સને લેબગ્રોન ડાયમંડને લગતી પૂરતી જાણકારી અને પ્રશિક્ષણ આપીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની પ્રતિષ્ઠા વધારવાનો છે.

ડાયમંડ સપ્લાય ચેનની ગુણવત્તા જાળવી રાખવા પર ભાર મુકતા ડીએમઇએના અધ્યક્ષ કહે છે કે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલ સપ્લાય ચેનમાં કોઈ પણ પોઝિશન પરના ડીલર કે કારોબારી પાસે ડાયમંડની ચકાસણી માટે યોગ્ય ભરોસાપાત્ર ઉપકરણ હોવા જોઈએ. જેથી જાણે-અજાણે લેબગ્રોન અને કુદરતી ડાયમંડ વચ્ચેના ભેદને આસાનીથી પારખી શકે. આજના સમયમાં ડાયમંડ સ્ક્રિનિંગ ઉપકરણએ ડાયમંડના કારોબાર સાથે સંકળાયેલા તમામ માટે ખુબ જ જરૂરી છે. સાથે-સાથે આ ઉપકરણનો વપરાશ પણ દરેકને આવડવો જોઈએ.આ પ્રદર્શનમે મિહાળવા અને તેના મેન્યુફેક્ચરર સાથે મિટિંગ માટે એપોઇન્ટમેન્ટ લેવી ફરજીયાત છે.વ્યક્તિગત રીતે પ્રદર્શનમાં જનાર કોઈ પણ સભ્ય માટે હીરાની ફ્રી મા ચકાસણી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ પ્રદર્શનમાં તમામ આધુનિક ઉપકરણો વિશે માહિતી મેળવી શકાય તેવુ પણ આયોજન કરવામાં આવ્યુ છે.