FICCI ના સહયોગથી DMCCનું ચેન્નાઇ અને કોચીમાં લાઇવ રોડ શોનું સફળ આયોજન

DIAMOND TIMES : દુબઇ મલ્ટી કોમોડિટી સેન્ટર(DMCC)એ ભારતના ચેન્નાઈ અને કેરળમાં તેનો મેડ ફોર ટ્રેડ લાઈવ રોડશોનું સફળતાપૂર્વક આયોજન કર્યુ છે. DMCC એ અહીં આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવા ઈચ્છતી ભારતીય કંપનીઓ માટે દુબઈમાં બિઝનેસ કરવાના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો.

આ કાર્યક્રમમાં DMCCના વરિષ્ઠ અધિકારીઓએ વિવિધ ક્ષેત્રો તેમજ સરકારી સંસ્થાઓના ભારતીય વેપારી સમુદાયના 300 થી વધુ પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. સ્પીકર્સ અને ડેલિગેટ્સે દુબઈના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન અને વ્યાપારી અપીલ અને ડીએમસીસીમાં વ્યવસાય કરવાની સરળતા વિશે ચર્ચા કરી, જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અને સૌથી વધુ ઇન્ટરકનેક્ટેડ ફ્રી ઝોન છે. ડિબેટ્સમાં UAE અને ભારત માટે દ્વિપક્ષીય વેપાર અને વ્યાપારી સંબંધોને વધારવાની તકો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

DMCC ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચેરમેન અહેમદ બિન સુલેમે આ પ્રસંગે કહ્યું હતું કે, વેપારની સુવિધા આપવી, પ્રવેશ માટેના અવરોધો દૂર કરવા અને નવા વ્યવસાયની તકો ખોલવી એ DMCCના કામ કરવાના મહત્વપૂર્ણ ઘટકો છે. દુબઈ અને ભારત અત્યંત મજબૂત અને લાંબા સમયથી ચાલતા વેપાર સંબંધો ધરાવે છે અને ભારત હાલમાં દુબઈનું બીજું સૌથી મોટું વેપાર માટેનું ભાગીદાર છે. જે ડેવલપમેન્ટસ આપણા સંબંધોને મજબૂત બનાવે છે તે છે યુએઇ-ઇન્ડિયા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ એટલે કે CAPA કરાર. આ કરાર, જે આ વર્ષે મેમાં અમલમાં આવ્યો હતો, તેના થકી બંને દેશો વેપારને પાંચ વર્ષમાં 100 બિલિયન યુએસ ડૉલર સુધી વધારવા માટે આશા રાખી શકે છે, જે વર્તમાન 60 બિલિયન યુએસ ડૉલરથી 66 ટકા વધારે છે.

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI) સાથે ભાગીદારીમાં આયોજિત ફુલ કેપેસિટી રોડ શો ઈવેન્ટે આ ભારતમાં વ્યવસાયો પ્રત્યે DMCCની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવી અને કિંમતી ધાતુઓ જેવા ફિલ્ડમાં ભારત સાથેના વેપાર સંબંધોને મજબૂત કરવા પર તેના ધ્યાનને અંકિત કર્યુ છે.

FICCIના પ્રવક્તાએ કહ્યું કે, અમે ચેન્નાઈ અને કોચીમાં અમારા સભ્યો માટે UAEમાં વેપારની તકો અંગે ચર્ચા કરવા DMCC સાથે ભાગીદારી કરીને ખુશ છીએ. યુએઇ-ઇન્ડિયા કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ સાથે હવે, દુબઈમાં કંપની સ્થાપવા માટેનો વ્યવસાયિક દૃષ્ટિકોણ ઘણી ભારતીય કંપનીઓ માટે એજન્ડામાં ઉપર રહેશે. DMCC અગ્રણી ફ્રી ઝોન તરીકે, આ કંપનીઓને વધુ વેપાર અને રોકાણની તકો પૂરી પાડશે.