DIAMOND TIMES – જવેલરી મહિલાઓને હંમેશાં આકર્ષિત કરતી હોય છે, પરંતુ એમાં પણ એક ગ્રેસ હોય છે. જૂના જમાનામાં વાઘમોઢિયા કંગન ઘણાં પ્રચલિત હતાં, પરંતુ હવે એક ફેશન-બ્રાન્ડ એ બજારમાં ગરોળીના આકારની જવેલરી મૂકી છે.
કન્ટેન્ટ ક્રીએટર ગોપિકા તિવારીએ તેના મિત્રો સાથે આ જવેલરી વિશે વાત કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે, જેને અત્યાર સુધીમાં ૪.૬ લાખ લાઇક્સ અને અસંખ્ય વ્યુઝ મળ્યાં છે. લોકોએ સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ પર ખૂબ જ મજેદાર કમેન્ટ્સ પાસ કરી છે. કેટલાક લોકોએ જણાવ્યું છે કે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થીમ છે, જયારે અનેક લોકોએ સવાલ કર્યો હતો કે મોટા ભાગના લોકોને ગરોળીનો ડર લાગતો હોય છે ત્યારે એને કેવી રીતે પહેરી શકાય.