રફ હીરાના કથિત ઓવરવેલ્યુશન બદલ ડાયમંડ બ્રોકિંગ ફર્મના ડિરેક્ટરની ધરપકડ

1025

DIAMOND TIMES : કસ્ટમ્સ અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કથિત રીતે રફ હીરાની આયાતમાં છેતરપિંડી કરનાર મુંબઈ સ્થિત ડાયમંડ બ્રોકિંગ ફર્મના 39 વર્ષીય ડિરેક્ટરની ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.જ્યારે આ ઘટનામાં ડાયમંડ બ્રોકિંગ ફર્મના 39 વર્ષીય ડિરેક્ટરને ફસાવી દીધા હોવાની તેમના વકીલે કેફીયત આપી છે.

એક અંગેજી અખબારના અહેવાલ મુજબ તેમના દ્વારા વિદેશમાથી આયાત કરવામાં આવેલા રફ હીરાની મુળ કિંમતથી ઓવર વેલ્યુશન કરવાના ગુનામાં DRI એ રામપુરિયા એક્સપોર્ટ્સના ડિરેક્ટર સાગર બિપિનચંદ્ર શાહની ધરપકડ કરી છે.આક્ષેપ છે કે રામપુરિયા એક્સપોર્ટ્સના ડિરેક્ટર સાગર શાહે વિદેશમાથી આયાત થયેલા રફ હીરાની કિંમત 19.70 કરોડ જાહેર કરી હતી,જ્યારે સરકારે વેલ્યુઅરની નિમણૂક કરી તેની ચકાસણી કરતા આ રફ હીરાની વાસ્તવિક કિંમત રૂ.13.29 કરોડની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું.

DRI અધિકારીએ મીડીયાને માહીતી આપતા જણાવ્યું હતું કે કંપની કે તેના નિર્દેશકોએ રફ હીરાની આયાતમાં વિદેશી સપ્લાયરો સાથેના સોદાનો પુરાવો કે કોઈ ખરીદ ઓર્ડર રજૂ કર્યો નથી.આ બનાવમાં કંપનીના ડાયરેક્ટર શાહે કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓના ઉલ્લંઘનમાં બિલ ઓફ એન્ટ્રી હેઠળ હીરાની કિંમતને લઈને મોટો તફાવત અને વિસંગતતા જોવા મળી હતી.

બીજી તરફ DRIની પૂછપરછ દરમિયાન સાગર શાહે અધિકારીઓને કહ્યું કે તેમણે આ રફ હીરા આયાત કર્યા નથી.પરંતુ તેની કંપનીના IEC નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.સાગર શાહના એડવોકેટ આનંદ સચવાણીએ એક અંગેજી અખબારને જણાવ્યું હતું કે તેમના અસીલને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.તેમના અસીલ દ્વારા રફ હીરાની આયાત કરવામાં આવી નથી.તેમ છતાં પણ તેની કંપનીના ICE નો અનૈતિક રીતે કોઈ ઓપરેટરો દ્વારા ઉપયોગ કરાયો છે.