રફ હીરાની સીધી સપ્લાયના અધુરા અરમાનો પુર્ણ કરવા પ્રયાસ

720

DIAMOND TIMES – રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય અને ગુજરાત વચ્ચે ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ હતી.જેમાં મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી,સખા યાકુતિયાના વડા આઈસેન નિકોલવા ગુજરાતના વિવિધ સેક્ટરના પદાધિકારીઓ તેમજ જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

ઇર્સ્ટન ઇકોનોમિક ફોરમ અંતર્ગત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પ્રસંગે રશિયાની રફ માઈનિંગ કંપનીને સુરતમાં ડાયરેક્ટ રફ હીરાની હરાજી માટે આમંત્રણ પાઠવતા દીનેશભાઈ નાવડીયાએ કહ્યુ કે રશિયા સૌથી વધુ હીરાના રફનું ઉત્પાદન કરે છે,તો સુરત સહુથી વધુ રફ હીરા તૈયાર કરતુ અગ્રણી વૈશ્વિક કેન્દ્ર છે.આ બાબતને ધ્યાનમાં રાખીને રશિયા અને ભારત વચ્ચે રફ હીરાના સીધા કારોબાર માટે આગળ વધવુ જોઇએ.અગાઉ પણ સુરતની મોટી ડાયમંડ કંપનીઓ અને રશિયા વચ્ચે રફ હીરાના કારોબાર માટે 2 બિલિયન ડોલરના એમઓયુ થયા છે.જેને પુર્ણ કરવા તેમણે સખા-યાકુતિયાના વડા સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો.

આ ઉપરાંત વર્ચ્યુઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં જોડાવા રશિયાને આમંત્રણ પાઠવ્યુ હતુ.વધુમાં તેમણે ગુજરાતના સર્વગ્રાહી વિકાસની પ્રભાવક ભૂમિકા પ્રસ્તુત કરતા કહ્યુ કે ગુજરાતમાં કેમિકલ્સ-પેટ્રોકેમિકલ-ફાર્માસ્યુટિકલ-ડેરી ઊદ્યોગ-દવાઓ-સિમેન્ટ-સિરામીકસ-જેમ એન્ડ જવેલરી સહિતના વિવિધ ક્ષેત્રોના 800થી વધુ વિશાળ-મોટા ઊદ્યોગો અને 35 લાખથી વધુ MSME કાર્યરત છે.જેથી
ગુજરાત અને સખા-યાકુત્યા વચ્ચે ડાયમંડ-સિરામિકસ-ટિમ્બર-ફાર્માસ્યુટિકલ સેકટરમાં પરસ્પર સહભાગીતા વધારવાની જરૂર છે.