ડાયમંડ વ્યવસાય માટે ડિજિટલ માર્કેટિંગ આવનારા સમયની જરૂરીયાત : નિષ્ણાંતો

59

DIAMOND TIMES – આધુનિક ૨૧ મી સદીના ડિજિટલ યુગમાં તમામ પ્રકારના વ્યવસાયો તથા સર્વિસની હરણફાળમાં કંપનીની અલગ ઓળખાણ તથા નફા-ધોરણ માટે આજે દરેક પ્રકારના નાના તથા મોટા ઉદ્યોગોને વધારે લોકો સુધી પહોચાડવા માટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે.બરાબર તેવી જ રીતે ડાયમંડ વ્યવસાયમાં પણ આગામી સમયમાં દુનિયાના લોકો સુધી તમારી પ્રોડક્ટ તથા બ્રાન્ડને આસાનીથી પહોચાડવા ડિજિટલ માર્કેટિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.અત્યાર સુધીની બિઝનેસ પ્રણાલીમાં લોકો ઓફલાઇન માર્કેટિંગ જેમ કે પ્રોડક્ટના બેનર(ઘરેણાં ની જાહેરાત),ટીવી,સેલ્સપર્સન દ્વારા લોકો સુધી પહોચાડવાનું કામ થતું હતું.એક રિપોર્ટ પ્રમાણે લોકો આજે સરેરાશ ૩-૪ કલાક પોતાના દિવસના સોશિયલ મીડિયા જેવા કે(ફેસબુક,ઇન્સ્ટાગ્રામ, યુ ટુયબ , પિંટેરેસ્ટ) પર જોવા મળે છે.

કઈ રીતે તમારા વ્યવસાયને ડિજિટલ માર્કેટિંગ દ્વારા અનેક લોકો સુધી પહોચાડી શકો છો?

૧. સોશિયલ મીડિયા માર્કેટિંગ દ્વારા
૨. લેન્ડિંગ પેજ દ્વારા
૩. ઈમેલ માર્કેટિંગ દ્વારા
૪. ગૂગલ પર લિસ્ટિંગ દ્વારા
૫. ઇ-કોમર્સ વેબસાઇટ દ્વારા
૬. ગૂગલ સર્ચ એંજિન પર માર્કેટિંગ દ્વારા તમારા પ્રોડક્ટ વિશે આર્ટીકલ, બ્લોગ,વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર તમારી આગવી ઓળખ બનાવી શકો છો.સોશિયલ મીડિયા પર વધારે ફોલોઅર્સ કે ક્લાઈંટ બેઝ ધરાવતા લોકો પાસે તમારી પ્રોડક્ટનું બ્રાન્ડિંગ કરવાથી પણ વધારે લોકો સુધી પહોચાડી શકાય છે.તમારી પ્રોડક્ટની સારા પ્લૅટફૉર્મ ધરાવતી વેબસાઇટ કે જેના પર વધારે લોકો વિઝિટ કરે છે તેમનું લિસ્ટિંગ કરીને પણ તમારો બિઝનેસ આગળ વધારી શકો છો.
ડિજિટલ માર્કેટિંગ થી તમે ચોક્કસ ભોગોલિક વિસ્તારના ગ્રાહકોને આકર્ષિત કરી શકો છો.

હવે આપણે અત્યાર સુધી ઉપર વાચેલા તમામ ડિજિટલ માર્કેટિંગના ફાયદાઓને કઈ રીતે ડાયમંડ વ્યવસાય સાથે સાકળી શકાય તે જોઈએ.

“5 c’s of diamond in terms of digital Marketing”

1. Diamond Cut = Digital Content

જેમ કે બ્લોગ,આર્ટીકલ,સોશિયલ પોસ્ટ, વિડિયો, પ્રોડક્ટ, ફોટોસ વગેરે

2. Diamond Color = Digital Visual Impact

જેમ કે તમારું કન્ટેન્ટ રીલેટેડ લોકો સુધી કેવી રીતે પહોચી શકે. તમારા ડિજિટલ કન્ટેન્ટ જેમ કે પોસ્ટની ડિઝાઇનનો કલર તમારી વેબસાઇટ અને એપ્લિકેશન તમારા વ્યવસાયના બ્રાન્ડ કલરની ઇમેજ સાથે લોકો સુધી પહોચવી જોઈએ.ડાયમંડમાં કલરનું જેટલું મહત્વ છે તેવી રીતે ડિજિટલ માર્કેટિંગમાં પણ પોસ્ટ રીલેટેડ કલર,ડિઝાઇન અને યુઝર ઇન્ટરફેસનું પણ મહત્વ છે.

3. Diamond Clarity = Digital Research

ઓનલાઇન રિસર્ચ પણ ડિજિટલ માર્કેટિંગનો મહત્વપુર્ણ હિસ્સો કે અંગ છે.જેમ કે કયા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના ઉપયોગથી તમે વધુ લોકો સુધી પહોચી શકો છો.લોકો ક્યા પ્રકારના લાંબા-ટૂંકા કિ-વર્ડને સોશિયલ મીડિયા પર તમારી પ્રોડક્ટ ને લઈને વાપરી રહ્યા છો તેમની માહિતી સાથે તમે પણ એમને ફોલો કરી શકો.
4. Diamond Carat = Digital Engagement

તમારા ડિજિટલ કન્ટેન્ટને વધુ ને વધુ લોકો પસંદ(Like) કરે અને તેમના પર તમને રિવ્યૂ(Comment) આપે અને આગળ એમના મિત્રવર્તુળમાં તમારી પ્રોડક્ટને ફોરવર્ડ(Share) કરે છે.
5. Diamond Certificate = Digital CSR Activity

તમે તમારા વયવસાયની સાથે સમાજમાં લોકોને ઉપયોગી જેવી કે શાળાકીય સસ્થા, હોસ્પિટલ, NGO દ્વારા વધુ માં વધુ લોકો ને સાથે લઈને તમારા વ્યવસાયની સમાજમાં એક અલગ ઓળખ ઊભી કરી શકો છો.