ક્રિપ્ટોકરન્સી સ્વીકાર કરતી ડાયમંડસ ફોર ક્રિપ્ટો પહેલી કંપની બની

32

DIAMOND TIMES – 26 નવેમ્બર 2021 થી Diamonds4crypto.com દુનિયાની પહેલી એવી કંપની બની જે પેમેન્ટ તરીકે ક્રિપ્ટોકરન્સી સ્વીકાર કરશે. ઓનલાઈન ડાયમંડ વિક્રેતા નેચરલ ડાયમંડની એક વિશાળ રેન્જની કિંમતને બિટકોઇન, ઇથેરીયમ અને ડોજેકોઈન સહિત ૯ પ્રકારના ક્રિપ્ટોકરન્સી તરીકે સ્વીકારશે.

કંપનીના જણાવ્યા મુજબ બધા જ હીરાને લેટેસ્ટ ટેકનૉલોજિ અને હસ્તકલાથી સંયોજિત કરીને,નૈતિક સ્ત્રોતો દ્વારા ઉત્પાદિત કરવામાં આવ્યા છે.દરેક હીરા બ્લોકચેન-પ્રમાણિત છે,જે હીરાનો ઇતિહાસ અને મૂળ ઉદગમસ્થાનની માહિતી પૂરી પાડે છે.હીરાની વિશિષ્ટતા અને તેની માલિકીના પુરાવા તરીકે એક નોન ફન્જીબલ ટોકન (NFT) બ્લોક્ચેનમાં સંગ્રહિત છે.

ડાયમંડસ ફોરક્રિપ્ટોના સ્થાપક જોનાથન કેન્ડલ કહે છે, હું માનું છું કે ડિજિટલ કરન્સી અહીં જ ટકી રહેવા માટે છે અને હું ગ્રાહકોને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ હીરા ખરીદવાની પસંદગી આપવા માંગું છું,એક સુરક્ષિત અને વિશ્વસનીય પ્લેટફોર્મ પરથી , જે બ્લોકચેન અને NFT ટેક્નોલોજી દ્વારા સમર્થન પામેલું છે.