DIAMOND TIMES – અમેરિકન સિંગર અને રેપર પોસ્ટ મલોને દાંતમાં હીરા લગાવવા પાછળ જંગી ખર્ચ કર્યો છે.આ સેલિબ્રીટીએ 1.6 મિલિયન અમેરીકી ડોલર એટલે કે લગભગ 11 કરોડ 86 લાખ રૂપિયાનો દાંતમા હીરા લગાડવા પાછળ ખર્ચ કર્યો હોવાના સમાચારે ભારે ચર્ચા જગાવી છે.
અમેરીકન સિંગર પોસ્ટ મલોને દાંતમાં ફિટ કરવા માટે 12 કેરેટ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.બેવરલી હિલ્સ ખાતે ક્લીનીક ધરાવતા તેમના દંત ચિકિત્સક થોમસ કોનેલીએ આ કામગીરી માટે પોસ્ટ મલોનેના સાથે 18 મહિના સખત રીતે કામ કરીને આ ઓપેરેશન પુર્ણ કર્યુ હતુ. પચીસ-વર્ષીય પોસ્ટ મલોનેનું વાસ્તવિક નામ ઓસ્ટિન રિચાર્ડ છે અને તે શરીર શણગારવાનો શોખિન છે. તેમણે ચહેરા અને ખંભા સહીત શરીરના અન્ય ભાગોમા કુલ 77 ટેટુઓ ચિતરાવ્યા છે. વર્ષ 2016માં તેમના બહાર પડેલા પ્રથમ સ્ટોની નામના આલ્બમ થકી મલોનેએ 30 મિલિયન અમેરીકી ડોલરની કમાણી કરી હતી.
અમેરીકન નાગરીકો સહીત સેલિબ્રિટીઓ હીરાના પ્રેમમાં પાગલ હોય છે.મહીલાઓ તો ઠીક પુરૂષો પણ આ મામલે જરાય પાછળ નથી.ગત ફેબ્રુઆરીમાં અન્ય એક અમેરીકન રેપર અને સિંગર લીલ ઉઝી વર્ટએ અબજો રૂપિયાના ખર્ચે 10 કેરેટથી વધુ વજનનો એમરાલ્ડ કટનો કુદરતી ગુલાબી ડાયમંડ તેના કપાળમાં લગાવ્યો હતો.પરંતુ તાજેતરના ફોટા પરથી તેના કપાળમાથી આ હીરો દૂર થઈ ગયો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
ચેતવણી : ધુમ્રપાન સ્વાસ્થય માટે હાનીકારક છે અને ‘ડાયમંડ ટાઇમ્સ’ ઉપરોક્ત ફોટોગ્રાફના માધ્યમથી ધૂમ્રપાનનો પ્રચાર કે પ્રસાર નથી કરતું.
Note : smoking is injurious to health