DIAMOND TIMES – તાજેતરમાં જ લેસોથોની સરકારે ગેરકાયદે રીતે હીરાનું ખાણકામ કરનારા પાસેથી જપ્ત કરેલા રફ હીરાની હીરાની હરાજી કરી હોવાના મીડીયા અહેવાલ મળી રહ્યા છે.ઉલ્લેખનિય છે કે ગેરકાયદે રીતે રફ હીરાનું ખાણકામ કરનાર કે હીરાને કબજામાં રાખનાર વ્યક્તિઓ તેમની પાસે ગેરકાયદે રીતે રહેલા રફ હીરા અંગે સ્વેચ્છીક જાહેરાત કરી સામે ચાલી તેને સરકારની તિજોરીમા જમા કરાવે તો તેને માફી આપવાનો કાયદો લેસોથોએ ગત વર્ષે દરમિયાન વિધાનસભામાં પસાર કર્યો હતો.પરિણામે સરકારની આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો.
સધર્ન ટાઇમ્સના અહેવાલમાં મુજબ 140 લોકો દ્વારા સ્વેચ્છાએ સોંપી દેવામાં આવેલા જ્યારે 353 વ્યક્તિઓ પાસેથી પોલીસે જપ્ત કરેલા કુલ 493 હીરાની હરાજી 27 થી 29 મે દરમિયાન લિસોથોની સરકાર દ્વારા કરવામાં આવી હતી.આ હરાજીમાં નેધરલેન્ડ,ઇઝરાઇલ અને દક્ષિણ આફ્રિકાના વેપારીઓ ભાગ લઈને હીરાની ખરીદી કરી હતી.ખાણ પ્રધાન સીરીઓ લોંગ કૂ એ કહ્યુ કે આ જપ્ત કરાયેલા હીરાની હરીજી દ્વારા થયેલી આવકમાથી લોકોએ સરકારને સ્વેચ્છાએ હીરા સોંપ્યા છે તેમના બેંક ખાતામા અગાઉથી નિર્ધારીત કરેલી રકમ ટ્રાન્સફર થશે જ્યારે બાકીના નાણા સરકારી તિજોરીમાં જમા થશે.
ઉલ્લેખનિય છે કે લિસોથોમાં પ્રીશિયસ સ્ટોન્સ( ઇલેક્શન એન્ડ હીફ્ટ ઓફ હીરાની નિવારણ) અધિનિયમ 2020માં પસાર થતાં પરવાના વગર હીરાની શોધખોળ કરવી કે હીરાને કબ્જામાં રાખવા પર પ્રતિબંધ છે.લિસોથોમાં નાના પાયે ડાયમંડ માઇનિંગ પ્રથમ 1961 માં લેટેંગ-લા-તેરાઇ ખાતે રજૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં હોલોલો, કાઓ અને લિખોબોંગ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું હતું.જો કે સલામતીની ચિંતાને કારણે સરકારે 2004માં નાના પાયે ખાણકામ માટે પરવાનો આપવાનું બંધ કર્યું હતું.