ટ્રાફીકજામ નિવારવા રત્નકલાકારોને તબક્કાવાર રજા આપવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની માંગણી

1898

DIAMOND TIMES – વરાછા-કતારગામ સહીત જે વિસ્તારોમાં હીરાના કારખાનાઓ ધમધમી રહ્યા છે તેવા વિસ્તારોમાં સાંજના સમયે પીક અવર્સ દરમિયાન થતી ટ્રાફીકની સમસ્યા નિવારવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા માંગણી કરવામાં આવી છે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા જિલ્લા કલેકટર,મ્યુનિસિપલ કમિશનર,પોલીસ કમિશનર,ડેપ્યુટી લેબર કમિશનર , નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગને આપેલા આવેદન પત્રમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે માંગણી કરતા કહ્યુ કે કોરોના સંક્રમણ અટકાવવા રાજય સરકાર દ્વારા સાંજે 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવેલ છે.

આવી સ્થિતિ વચ્ચે મોટાભાગના કારખાનેદારો સાંજે સાત વાગ્યાની આસપાસ કારાગરોને રજા આપતા હોય છે.પરિણામે કારીગરો એક સાથે છૂટતા હોવાના કારણે પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ભારે ટ્રાફિક થાય છે.જેનાથી હાલાકી ભોગવવાની સાથે સોસિયલ ડીસ્ટન્સ નહી જળવાતા રત્નકલાકારોની સલામતિ જોખમમાં મુકાય છે.આ બાબતને ધ્યાનમાં રાખી હીરાઉધોગના તમામ સંગઠનો સાથે મળીને ઉપરોકત બાબતે તાત્કાલિક નિર્ણય લે તે ખૂબ જરૂરી છે. તેવી પ્ર્મુખશ્રી રમેશભાઈ જીલરીયા અને ઉપપ્ર્મુખ ભાવેશ ટાંકે માંગણી કરી છે.

બીજી તરફ આજરોજ સુરત ડાયમંડ એસોસિયેશન ખાતે મળેલી બેઠકમાં હીરા બજારમાં આવેલા તમામ સેઈફ ડીપોઝીટ વોલ્ટનો સમય બદલીને સવારના 8:30 થી સાંજના 6 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ ઉપરાંત ટ્રાફીકની સમસ્યા નિવારવા રત્નકલાકારોને તબક્કાવાર રજા આપવાની કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે.

સુરતના રસ્તાઓ પર થતા ટ્રાફીકનો આ વિડીયો જોઇને તમને ટ્રાફીકની સમસ્યાની પરિસ્થિતિનો ખ્યાલ આવી જશે…