BDB ને પુન: ચાલુ કરવા હીરા કારોબારીઓએ છેડ્યુ અભિયાન

4922

20 ટકા સ્ટાફ સાથે ઓફીસો ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવે,જેથી હીરાની નિકાસના કામો પુર્ણ કરી શકીએ તેવી વેપારીઓની માંગણી , BDB ને ફરીથી કાર્યવંતિત કરવા આજકાલમાં જ સકારાત્મક નિર્ણય આવવાની સંભાવના , કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ કરવાની હીરા કારોબારીઓએ આપી ખાત્રી , ઈ -મેઈલ દ્વારા હીરાકારોબારીઓ સરકાર સમક્ષ કરી રહ્યા છે રજુઆત

DIAMOND TIMES –  મુંબઈમા કોરોનાના સતત વધી રહેલા કેસના કારણે મહારાષ્ટ્ર સરકારે મુંબઈમા આંશિક લોકડાઉન જાહેર કર્યુ છે.જે અંતર્ગત ભારત ડાયમંડ બુર્સને પણ ગતરોજ 5 એપ્રિલ અને સોમવારના રોજ અચાનક જ બંધ કરવાનો સરકારે આદેશ આપ્યો છે.સરકારના આ આદેશના પગલે ભારત ડાયમંડ બુર્સને બંધ કરવમાં આવતા ભારતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે.તો બીજી તરફ સરકારના આદેશનો હીરા કારોબારીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ કરવાની ખાત્રી સાથે BDB ને પુન: ચાલુ કરવા હીરા કારોબારીઓએ સરકાર સમક્ષ માંગણી કરી છે.

સુત્રો દ્વારા મળતી માહીતિ મુજબ BDB ને પુન: કાર્યવંતિત કરવા મુંબઈના હીરાબજારના વેપારીઓ મુખ્યમંત્રીને મળવાનો નિર્ણય લીધો છે.અચાનક જ BDBને બંધ કરવાનો આદેશ આપતા હીરા કારોબારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.વેપારીઓનુ કહેવુ છે કે અમોએ લીધેલા એક્સપોર્ટ ઓર્ડરો હવે કેવી રીતે પુર્ણ થશે ? સરકાર અમારા આ સવાલનો જવાબ આપે તેવી વેપારીઓએ માંગણી કરી છે.

ડાયમંડ બુર્સ બંધ કરવાના આદેશથી મુંબઈ – સુરતના હીરા બજારમાં ચિંતાનું વાતાવરણ ઉભુ થયુ છે. ભારત ડાયમંડ બુર્સ બંધ થવાના પગલે તેની જેમ એન્ડ જવેલરી ઉદ્યોગ પર ખુબ જ નકારાત્મક અસર પડી શકે છે.હીરાના મુખ્ય મથક ગણાતા સુરત અને મુંબઈમાં ધમધમતી હીરા અને ઝવેરાતની ફેકટરીઓ લાંબા સમય માટે બંધ રાખવાની પણ નોબત આવી શકે છે.જેથી તેમા કાર્યરત લાખો કામદારો માટે રોજીરોટીનો એક મોટો પ્રશ્ન ઉભો થવાની દહેશત છે.આ સિવાય પણ અનેક સમસ્યાઓ વધુ વિકટ બની શકે છે. વળી હીરાનું એક્સપોર્ટ અને ટ્રેડિંગ ઠપ્પ થતા તેની અસર લાંબા ગાળા સુધી રહેવાની પણ ભીતી છે.

ઉપરોક્ત તમામ સમસ્યાઓના નિવારણ માટે હીરાના કારોબારીઓએ કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ કરવાની ખાત્રી સાથે BDB ને પુન: ચાલુ કરવા સરકાર સમક્ષ માંગણી કરી છે.જેને લઈને હીરા કારોબારીઓ ઈ-મેઈલ અભિયાન ચલાવ્યુ છે.આ અભિયાનમાં ઈ- મેઈલ કરીને કારોબારીઓએ સરકાર સમક્ષ માંગણી મુકતા કહ્યુ છે કે 20 ટકા સ્ટાફ સાથે ઓફીસો ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવે,જેથી હીરાની નિકાસના કામો પુર્ણ કરી શકીએ.

BDB ને ચાલુ રાખવા સરકાર સમીક્ષા કરી શકે છે.આજકાલમાં જ સકારાત્મક નિર્ણય આવવાની સંભાવના : નિલેશભાઈ બોડકી

સુરતના હીરા કારોબારી નિલેશભાઈ બોડકીએ કહ્યુ કે BDB વિશ્વના હીરા ટ્રેડીંગનુ હબ છે. વળી ખાસ વાત તો એ છે કે સુરતના હીરા ઉદ્યોગનું BDB સાથે મજબુત જોડાણ છે.જો BDB બંધ થાય અને પેમેન્ટ ડીલે થાય તો તેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર થતી હોય છે. આ સિવાય પણ અનેક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. જેને ધ્યાનમાં  રાખીને કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત અમલ કરવાની ખાત્રી સાથે BDB ને પુન: ચાલુ કરવા હીરા કારોબારીઓએ અભિયાન છેડ્યુ છે. વળી કેટલાક અગ્રણીઓએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરવાના છે. આ જોતા કહી શકાય કે આજકાલમાં જ સકારાત્મક નિર્ણય આવવાની પુરેપુરી સંભાવનાઓ છે.

 

BDB અંગે આ વિડીયોમા સાંભળો નિલેશભાઈ બોડકીનો અભિપ્રાય