DIAMOND TIMES- તાજેતરમાં રફ હીરાની કીંમતોમાં લગભગ 30 ટકા જેટલો જંગી ભાવ વધારો થયો છે.જેના પગલે હીરા ઉદ્યોગકારોએ ઉત્પાદન કાપ મુકી રફ હીરાની ખરીદીને સ્થગિત કરવાની રણનીતી અપનાવી છે.આ રણ નીતી પાછળ રફ કંપનીઓનું નાક દબાવવાનો અને રફ હીરાની કીંમતો પર દબાણ લાવવાનો હીરા ઉદ્યોગકારોનો ઉદ્દેશ્ય છે.પરંતુ સવાલ એ થાય છે કે શુ રફ હીરાની ખરીદી સ્થગિત કરવાથી રફ હીરાની કીંમતો દબાણ હેઠળ આવશે ખરી? શુ આ પ્રકારની રણનીતીથી રફ કંપનીઓ પર તેની કોઇ ઇમ્પેક્ટ આવશે ખરી ?
રિયલ ઇઝ સુપર રેર બનશે : અલરોઝાના ડેપ્યુટી સીઈઓ એવજેની અગુરીવ
ઉપરોક્ત સવાલના જવાબ મેળવતા પહેલા રફ કંપની અલરોઝા તરફથી આપવામાં આવેલા નિવેદન પર એક નજર નાખવી જરૂર છે.અલરોઝાના ડેપ્યુટી સીઈઓએ એવજેની અગુરીવે મીડીયાને આપેલી મુલાકાતમાં ઘટસ્ફોટ કરતા કહ્યુ કે રફ ડાયમંડની ભારે તંગી ઉભી થવાની છે.આ પરિસ્થિતિ વર્ષો સુધી ટકી શકે છે. એટલે કે રિયલ ઇઝ વધુ સુપર રેર બનવાની અલરોઝાએ ચેતવણી આપી છે. અગુરીવે ઉમેર્યુ કે ખાણ ઉદ્યોગે ભુગર્ભમાં રફ હીરાના મર્યાદિત પુરવઠા સાથે કામ કરવું પડશે.વર્તમાન સમયે વિશ્વમા રફ હીરાના ખાણકામ માટે અનેક પ્રોજેક્ટ્સ કાર્યરત છે.પરંતુ આ પ્રોજેક્ટ્સમાથી અપેક્ષા મુજબનું રફ ઉત્પાદન મેળવી શકાશે નહી.એવજેની અગુરીવના આ નિવેદન પરથી રફ હીરાના પુરવઠા અને રફ હીરાની ભવિષ્યની કીંમતો અંગે આસાની થી અંદાજ લગાવી શકાય તેમ છે.
ઉલ્લેખનિય છે કે રશિયાની રફ ઉત્પાદક કંપની રફના ઉત્પાદનમાં વર્ષોથી પ્રથમ સ્થાને છે.વર્તમાન સમયે અલરોઝા રફ હીરાના પુરવઠાની મોટી તંગીનો સામાનો કરી રહી છે.વૈશ્વિક બજારમાં રફ હીરાના ખરીદદારો માટે પુરવઠાની જાળવવા અલરોઝાએ રશિયા રાજ્ય સરકાર સંચાલિત ખનિજ ભંડાર ગોખરાન પાસેથી બે વખત રફ હીરાના પુરવઠા ની ખરીદી કરી રફ હીરાના બજારને સંતુલિત રાખ્યુ હતુ.
વિશ્વ હીરા ખાણ ઉદ્યોગનું ભાવિ દર્શન : આગામી વર્ષ- 2035 સુધીમાં રફ હીરાનું વૈશ્વિક ઉત્પાદન ઘટીને લગભગ અડધું થઈ જશે.
એક અંદાજ પ્રમણે હાલમાં વિશ્વમાં હીરાનો અનામત જથ્થો લગભગ 1.2 અબજ ડોલર કેરેટ છે.જ્યારે 2.4 અબજ કેરેટ જેટલાં હીરાના સંસાધનો ઉપલબ્ધ છે.રફ હીરાના જંગી ઉત્પાદન દરને ધ્યાનમાં લેતાં પ્રેસિઅસ સ્ટોન્સના કાચા માલનો જથ્થો આગામી ગણતરીના વર્ષોમાં ખાલી થઈ જવાની સંભાવના નકારી શકાય નહીં.
વર્તમાન સમયે રશિયા, કોંગો,બોટ્સવાના,ઓસ્ટ્રેલિયા,કેનેડા,અંગોલા,દક્ષિણ આફ્રિકા,ઝિમ્બાબ્વે અને નામિબિયા સહીત ના મુખ્ય 9 દેશોમાથી કુલ વાર્ષિક રફ ઉત્પાદન પૈકી 99 ઉત્પાદન થાય છે.નોંધનિય છે કે રફ ઉત્પાદનકર્તા અગ્રણી દેશોની યાદીમાંથી ઓસ્ટ્રેલિયાની બાદબાકી થઈ ચુકી છે અને હવે કોંગોનો વારો છે.
કેનેડાના હીરા ખાણ ઉદ્યોગની વાત કરીએ તો વર્ષ-1990માં દેશના ઉત્તર-પશ્ચિમી પ્રાંતોમાં લેક દી ગ્રા વિસ્તારમાં હીરા ના ભંડારોના પ્રાથમિક સંશોધન બાદ હજુ વિકાસ કામગીરી જારી છે.હાલમાં, એકાતી અને ડાયવીક ખાણ દેશના 60 ટકા હીરાનું ઉત્પાદન કરે છે. ડાયવીકનું આયુષ્ય વર્ષ-2025માં સમાપ્ત થઈ જવાની ધારણા છે. હાલ વર્ષ-2035 સુધી સંભવિત આયુષ્ય ધરાવતી એકાતી ખાણની અવધિ વર્ષ-2042 સુધી લઈ જવા યોજના પર કામ ચાલી રહ્યુ છે.
ખાણ કંપનીઓના ઉત્પાદન અને ચોક્કસ ખાણ સંસાધનો વિષયક માહિતીઓના આધારે તેમજ પ્રત્યેક ખાણ કંપનીઓની વર્તમાન ઉત્પાદન ક્ષમતા અને ભાવિ વિસ્તરણ આયોજનો પરથી રફ હીરાના પુરવઠાના ભાવિ અંગે મૂલ્યાંકન કરતા એટલું ચિત્ર સ્પષ્ટ થાય છે કે વિશ્વમાં હીરાના ભંડારો ખાલી થઈ રહ્યા છે.પરિણામે અર્થશાસ્ત્રના નિયમ મુજબ જે વસ્તુની પુરવઠાની તંગી હોય તેની કીંમતો પણ વધે છે.જ્યારે રફ હીરા પ્રથમથી જ રેર છે.અને હવે તે સુપર રેર બને તેવી અલરોઝાએ આગાહી કરી છે.આ બાબત જોતા તેની કીંમત અંગે આસાનીથી અંદાજ લગાવી શકાય તેમ છે.