ન્યૂયોર્કના સોથેબી ઓકશનમાં 50 કેરેટનો આ હીરો વિક્રમ જનક કીંમતે વેંચાયો

763

DIAMOND TIMES – જી-કલર,વીવીએસ 2 ક્લીયારીટી અને એક્સેલન્ટ કટ ધરાવતો 50.03 કેરેટ વજનનો રાઉન્ડ હીરો ન્યૂયોર્કમાં આયોજીત સોથેબીના ઓકશનમાં મુકવામાં આવ્યો હતો. જેને ખરીદવા માટે વિશ્વના કુલ સાત દેશોના અગિયાર ધનકુબેરો વચ્ચે ભારે પડાપડી થઈ હતી.અંતે આ હીરાને 2.7 મિલિયન અમેરીકી ડોલરમાં (અંદાજીત વીસ કરોડ રૂપિયા) એક શ્રીમંત વ્યકતિએ ખરીદી લીધો હતો.ઉલ્લેખનિય છે કે પાછલા 15 વર્ષ દરમિયાન ઓફર કરવા આવેલો 50 કેરેટ વજનનો આ પાંચમો હીરો હતો.

ન્યુયોર્ક સ્થિત સોથેબીના જ્વેલરી ડીપાર્ટમેન્ટના વડા ક્વિગ બ્રુનિંગે પ્રતિભાવ આપતા કહ્યુ કે આ હીરાનું વિક્રમજનક કીંમતે થયેલા વેચાણથી વૈશ્વિક હીરા બજારમાં ખુબ જ સકારાત્મક સંદેશ પાસ થયો છે.કોરોના મહામારી પર નિયંત્રણ આવી જતા વૈશ્વિક હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ભારે તેજીનું વાતાવરણ છે.આવી સ્થિતિ વચ્ચે સામાન્ય લોકોથી લઈને શ્રીમંત સુધીનો વર્ગ હીરા-ઝવેરાત તરફ આકર્ષાઈ રહ્યો છે એ હીરા -ઝવેરાત ઉદ્યોગ માટે સારા સંકેત છે.