લકઝરી સેગ્મેન્ટમાં ડાયમંડ જ્વેલરી સ્ટાર પર્ફોર્મર : ફોરએવરમાર્ક

621
ડીબીઅર્સના લાંબા ગાળાના લક્ષ્યો વિશે વાત કરતા ફોરએવરમાર્કના સીઇઓ સ્ટીફન લ્યુસિઅરે કહ્યુ કે આજે નાના ગ્રાહકો પણ બ્રાન્ડ સાથે જોડાવા માગે છે. આ બાબત ઝવેરાતના વૈશ્વિક કારોબારમાં ખુબ જ સકારાત્મક યોગદાન આપી રહી છે. ફોએવરમાર્ક બ્રાન્ડ તેમના ગ્રાહકો માટે ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં સક્ષમ નીવડી છે.ફોરએવરમાર્કને વધુ મજબૂત બનાવવા આગામી સમયમાં ફોરવરમાર્કને ડીબીઅર્સ ફોરએવરમાર્ક તરીકે ફરીથી નામકરણ કરવામાં આવશે.

DIAMOND TIMES – તાજેતરમાં જ આયોજીત વર્ચુઅલ પ્રેસ બ્રીફિંગમાં ફોરએવરમાર્કના સીઇઓ સ્ટીફન લ્યુસિઅર અને ફોરવરમાર્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈને ડાયમંડ અને જ્વેલરી માર્કેટના વર્તમાન વલણો અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે આગામી વર્ષ- 2030 સુધીમા ડીબિયર્સ દ્વારા નિર્ધારીત લક્ષ્યને હાંસિલ કરવા હાથ ધરેલી પ્રવૃત્તિઓ અંગે પણ સહયોગીઓને માહિતગાર કર્યા હતા.

લુસિઅરે કહ્યુ કે વર્ષ- 2021 માં સમગ્ર લક્ઝરી સેગમેન્ટમાં ડાયમંડ જ્વેલરી સ્ટાર પર્ફોર્મર રહી છે. જાન્યુઆરી થી મે- 2021 દરમિયાન ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ફોરએવર માર્કના વેચાણમાં 50 ટકાનો વધારો થયો છે . હીરા બજારના વર્તમાન વલણો અંગે પ્રતિભાવ આપતા તેમણે કહ્યુ કે મોટી સાઈઝના હીરાના વેંચાણમાં મજબૂત વૃદ્ધિ થઈ છે . અમેરીકા- યુરોપ અને ચીન સહીતના મોટા બજારમાં ઝડપી રિકવરી પછી હીરાની ખરીદીની ગતિ અને ગ્રાહકઓ ની  ખરીદે શક્તિથી અમે આશ્ચર્યચકિત છીએ.હીરા અને હીરા જડીત ઝવેરાતની અણધારી જંગી માંગના પગલે રિટેલરો એ હીરાનો તમામ સ્ટોક ખાલી કરી દીધો છે. બીજી તરફ મજબુત ડિમાન્ડ વચ્ચે બજારમાં પોલિશ્ડ હીરાની પુરવઠાની તંગીના કારણે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર પર પ્રોડકશન વધારવા માટે આવેલું દબાણ ઐતિહાસિક ઘટના છે.

હીરા જડીત જ્વેલરીની માંગ પાછળનુ લોજીક સમજાવતા લ્યુસિઅરએ કહ્યુ કે લોકડાઉનના અનુભવની નકારાત્મક માનસિક અસરમાથી બહાર આવવા પુરુષોએ બહેન,પત્ની, પ્રેમિકા કે પછી સ્ત્રી મિત્રને હૈયાધાણ અથવા તો હુંફ આપવા ના આશયથી હીરા જડીત જ્વેલરીની ભેટ આપી છે.આ વલણના કારણે ઈયરીંગ અને નેકલેસનું જંગી વેંચાણ થયુ છે . આગામી મહીનાઓમાં ભારતમાં પણ ડાયમંડ જ્વેલરીનું બજાર મજબુત બનવાની લ્યુસિઅરે આગાહી કરી હતી.