હીરાના ગુણવત્તા યુક્ત પ્રોડક્શન માટે ઉદ્યોગકારો સરળતાથી આધુનિક મશીનરી વસાવી શકે તે માટે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોપોરેશન અને જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ વચ્ચે થયા મહત્વપુર્ણ એમઓયુ
ડાયમંડ ટાઈમ્સ
ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વમા પ્રથમ હરોળનુ સ્થાન ધરાવે છે.હીરા ઉદ્યોગની વિકાસ યાત્રામા આશુનિક મશીનરીનુ બહુમુલ્ય યોગદાન રહ્યુ છે. હીરાને ચમકાવવાની ભારતની મોનોપોલી તોડવા ચીન,રશિયા અને રફ હીરાનુ ખુબ મોટા પાયે ઉત્પાદન કરતા આફ્રીકન દેશો દ્વારા પ્રયાસો કરવામા આવી રહ્યા છે.આમ છતા ભારતના હીરા ઉદ્યોગ ક્ષેત્રના સાહસિક ઉદ્યોગપતિઓની કોઠાસુઝ,કુશળ રત્નકલાકારો અને આધુનિક મશીનરીનો ત્રિવેણી સંગમ ભારતના હીરા ઉદ્યોગને મજબુતાઈ બક્ષી રહ્યો છે.
ભારતના હીરા ઉદ્યોગને હરીફાઈ પુરી પાડવામા ચીન ભલે ભારતની આસપાસ પણ નથી,આમ છતા અન્ય દેશોની સરખામણીએ ચીન સહુથી અગ્રસ્થાને છે.આવા નિર્ણાયક સમયે ભારતના હીરા ઉદ્યોગને મજબુતી મળે તેવા સકારાત્મક સંકેતો મળ્યા છે. ભારતની જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને વ્યાજબી કીંમતે અત્યાધુનિક ટેકનોલોજી યુક્ત મશીનરી મળી રહે તે દિશામાં મક્કમ પગલુ ભરવામા આવ્યુ છે.નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોપોરેશન અને જેમ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ વચ્ચે આ મુદ્દે ખુબ જ મહત્વપુર્ણ એમઓયુ થયા છે.પરસ્પર સહયોગથી જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીના સાહસિકો ઉદ્યોગપતિઓને અત્યાધુનિક મશીનરી મેળવવામાં સરળતા રહેશે.
તાજેતરમા જ જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ તથા નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોપોરેશનના જનરલ મેનેજર યુ.કે. કોહલી વચ્ચે આ મહત્વપુર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામા આવ્યા હતા.આ સકારાત્મક પગલા અંગે જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યુ હતુ કે હીરા અને ઝવેરાત ક્ષેત્રમા કાર્યરત ભારતના 85% યુનિટોનો લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ની વ્યાખ્યામા આવે છે.જેથી આ નિર્ણય જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ખુબ જ લાભદાયી પૂરવાર થશે. જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના સાહસિકો આ સ્કીમ હેઠળ ઉદ્યોગ સાહસિકોને કીફાયતી કીંમતે અત્યાધુનિક મશીનરી મેળવવાનો માર્ગ ખૂલ્લો થશે તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં હીરા ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મદદ મળશે.
નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોપોરેશનના ડાયરેક્ટર પી.ઉદયશંકરે કહ્યુ કે પરસ્પર લાંબા સમયથી ચાલતી ચર્ચાના અંતે સર્વ સહમતિથી જેમ એન્ડ જવેલરી ઇન્ડસ્ટ્રીના હીતમા નિર્ણય લેવામા આવ્યો છે.માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) મંત્રાલય હેઠળનું ભારત સરકારનું સાહસ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોપોરેશન દેશના સૂક્ષ્મ,નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને સહાય અને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.મને આનંદ છે કે આપણે આજે હસ્તાક્ષર કરી રહ્યાં છીએ.આ યોજનામા ઉદ્યોગકારોને કોલેટરલ મુક્ત ભંડોળ પ્રદાન કરવામા આવશે.તેમજ MSME યોજના હેઠળનેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રી કોપોરેશન દ્વારા ડિજિટલ સપોર્ટની પણ જોગવાઈ કરવામા આવી છે.