લેબગ્રોન હીરાના પ્રમોશન માટે એક વેબસાઇટ પર આપવામાં આવેલી જાહેરાતમાં લેબગ્રોન હીરા વિશે સ્પષ્ટ સમજ આપવામાં આવી છે.આમ છતા પણ અમને નેશનલ એડવાઈઝરી ડીવિઝન તરફથી પડકાર આપવામાં આવ્યો હતો.જેથી આગામી સમયમાં પણ અમો લેબગ્રોન હીરાની જાહેરાતમાં નેશનલ એડવાઈઝરી ડીવિઝનના તમામ નિયમોનુ પાલન કરવાનો અમે નિર્ણય લીધો છે : ડાયમંડ ફાઉન્ડ્રી લેબ
10 અબજોપતિઓની સહાયતા સાથે સાન ફ્રાન્સિસ્કોમાં ઉદ્યોગ સાહસિક માર્ટિન રોઝેઇસેન અને જેરેમી શોલઝ દ્વારા વર્ષ 2012માં સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી ડાયમંડ ફાઉન્ડ્રી લેબ કંપની લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરે છે.
DIAMOND TIMES – ડાયમંડ ફાઉન્ડ્રી લેબનો વૈશ્વિક હીરા ઉદ્યોગના હીતમાં મોટો નિર્ણય લીધો છે. હવે ડાયમંડ ફાઉન્ડ્રી લેબગ્રોન હીરાના ગ્રાહકોને કુદરતી હીરા વિશે સમજ આપશે.આ ઉપરાંત તે હીરા ખરીદનાર ગ્રાહકોને લેબગ્રોન અને કુદરતી હીરા અંગે સંપૂર્ણ સમજણ આપ્યા વિના હીરાનું વેંચાણ કરશે નહી તેમજ સોશિયલ મીડિયા પર લેબગ્રોન હીરાને કુદરતી હીરા તરીકે વર્ણવશે પણ નહીં.
લેબગ્રોન હીરાના કારોબાર સાથે સંકળાયેલી અમેરીકાની અગ્રણી કંપની ડાયમંડ ફાઉન્ડ્રી લેબના હીરાના પ્રમોશન માટે ની જાહેરાતમાં અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિઓને રોકવામાં આવ્યા છે.આ કંપનીએ લેબગ્રોન હીરાના પ્રમોશન માટેની જાહેરાતમાં
તમામ નિયમોનું પાલન કરીને દાખલો બેસાડયો છે.આ કંપનીની મેન્યુફેક્ચરિંગ,બ્રાન્ડ અને ઇ- કોમર્સ વિભાગની જાહેરાતમાં આપવામાં આવેલા સંદેશાઓ સ્પષ્ટ રીતે કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરે છે.
એવો આક્ષેપ છે કે આ કંપની દ્વારા સોશિયલ મીડિયાની એડવર્ટાઇઝિંગમાં લેબગ્રોન હીરાને લેબગ્રોન હીરાની સમજણ આપ્યા વગર જ દર્શાવવામાં આવ્યા હતા.જેને લઈને તેને નેશનલ એડવાઈઝરી ડીવિઝન તરફથી પડકાર આપવામાં આવ્યો હતો.જેને અનુલક્ષીને કોઇ વિવાદ ન થાય એ બાબતને ધ્યાનમાં રાખીને અમેરીકાની ડાયમંડ ફાઉન્ડ્રી લેબ કંપનીએ ઉદ્યોગના હીતમાં લેબગ્રોન હીરાના ગ્રાહકોને કુદરતી હીરા વિશે સમજ આપવાનો નિર્ણય કર્યો છે.
અમેરીકાની ડાયમંડ ફાઉન્ડ્રી લેબ કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે એક અમારી કંપની દ્વારા ઉત્પાદીત લેબગ્રોન હીરાના પ્રમોશન માટે એક વેબસાઇટ પર આપવામાં આવેલી જાહેરાતમાં લેબગ્રોન હીરા વિશે સ્પષ્ટ સમજ આપવામાં આવી છે.આગામી સમયમાં પણ અમો લેબગ્રોન હીરાની જાહેરાતમાં નેશનલ એડવાઈઝરી ડીવિઝનના તમામ નિયમોનુ પાલન કરીશુ.અત્રે ઉલ્લેખનિય છે કે 10 અબજોપતિઓની સહાયતા સાથે સાન ફ્રાન્સિસ્કોમાં ઉદ્યોગસાહસિક માર્ટિન રોઝેઇસેન અને જેરેમી શોલઝ દ્વારા વર્ષ 2012માં સ્ટાર્ટઅપ તરીકે શરૂ થયેલી આ કંપની લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં સોલાર ઉર્જાનો ઉપયોગ કરે છે.