દીકરાના લગ્ન પ્રસંગે વીરશહીદ જવાનોના પરિવારને હીરા ઉદ્યોગપતિએ આપ્યુ એક લાખનું દાન

DIAMOND TIMES – હીરા ઉદ્યોગના અગ્રણી ભનુભાઈ દેવાણી એ તેના દીકરા અભિષેકના લગ્ન પ્રસંગે વીર શહીદ જવાનોના પરિવાર માટે રૂપિયા એક લાખ તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત થનાર હોસ્ટેલ પ્રોજેક્ટ માટે રૂપિયા એક લાખનું દાન આપી રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેયનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.

મૂળ આંબરડી ગામના વતની અને સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રીમતિ ભાવનાબેન અને ભનુભાઇ બાવચંદ ભાઈ દેવાણીના પુત્ર અભિષેકના લગ્ન તારીખ 26 ડીસેમ્બરના રોજ શ્રીમતિ ભાવનાબેન અશોકભાઈ હરિભાઈ કસવાળા ની પુત્રી ધાર્મિકા સાથે યોજાયા હતા.લગ્ન વિધિ શરુ કરતા પહેલા રાષ્ટ્રગાન દ્વારા રાષ્ટ્રીય ચેતના માટે નમ્ર પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે દેશ માટે પ્રાણનું બલિદાન આપનાર વીર જવાનોના પરિવાર ને મદદરૂપ થવા જય જવાન નાગરિક સમિતિ સુરત ને રૂપિયા 1 લાખનું દાન અર્પણ કર્યું હતું.ઉપરાંત શિક્ષણના હેતુ હોસ્ટેલ પ્રોજેક્ટ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતને પણ રૂપિયા 1 લાખનું દાન અર્પણ કર્યું હતું.આ પ્રસંગે શ્રીકાનજીભાઈ ભાલાળ,શ્રી લાલજીભાઈ સોજીત્રા, શ્રી પુનિતભાઈ કુંભાણી તથા કાંતિભાઈ સોજીત્રા સહીત જાનૈયા તથા માંડવીયા ઉપસ્થિત હતા.લગ્ન પ્રસંગને કેવી રીતે ગૌરવવંતો અને સામાજિક તથા રાષ્ટ્રભાવના પ્રગટ કરતો બનાવવો તે માટે સૌરાષ્ટ્ર પટેલ સમાજનો પ્રયાસ આવકાર્ય બન્યો છે.