ડાયામકોરના ટેન્ડરમાં 2500 કેરેટ રફ હીરા વેંચાણ માટે મુકાશે

68

DIAMOND TIMES -ડાયામકોર રફ કંપનીએ દક્ષિણ આફ્રિકા સ્થિત વેનેટિયા ડાયમંડ પ્રોજેક્ટના અપગ્રેડેશન કાર્યને પૂર્ણ કર્યા બાદ આ વિસ્તારમાં આવેલી રફ હીરાની ક્રીમ્બર લાઈટ ક્રોન એન્ડોરામાંથી 2,521.17 કેરેટ રફ હીરાનું ઉત્પાદન કર્યુ છે.

અહેવાલ મુજબ આ ઉત્પાદીત કુલ રફ હીરા આગામી 31 ડિસેમ્બર,2021ના ​​રોજ સમાપ્ત થતા કંપનીના વર્તમાન ક્વાર્ટરના પ્રથમ ટેન્ડરમાં વેચાણ માટે મૂકવામાં આવશે.ડાયમકોરના પ્રવક્તાએ કહ્યુ આ પ્રારંભિક ટેન્ડરમાં વેંચાણ માટે મુકવામાં આવનાર રફ હીરા કંપનીની અપેક્ષાઓ અનુસાર છે.હજુ પણ ક્રીમ્બર લાઈટ ક્રોન એન્ડોરામાં વિસ્તરણ અને અપગ્રેડના બે મોટા તબક્કાની કામગીરી ચાલુ રહેશે.

ડાયામકોર કંપનીના પ્રવક્તાએ ઉત્પાદન ક્ષમતા અંગે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ કે ક્રીમ્બર લાઈટ વિસ્તરણ અને અપગ્રેડની પ્રક્રીયા પુર્ણ થઈ જશે ત્યારે પ્રોજેક્ટમાં ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો અને ઓપરેશનલ કાર્ય ક્ષમતામાં વધારો થશે.અમો આગામી મહીનાઓમાં હજુ પણ આ સિવાય અન્ય વધુ બે ટેન્ડર યોજવાની અપેક્ષા રાખી રહ્યા છીએ.