DIAMOND TIMES- કેનેડાની રફ હીરાની કંપની ડાયમકોરની માલીકીની દક્ષિણ આફ્રિકામાં આવેલી વેનેટીયા ખાણામાથી ઉત્પાદીત 2925.66 કેરેટ રફ હીરાનું નિર્ધારીત કીંમતે વેંચાણ થતા ડાયમકોર કંપની ઉત્સાહીત છે.ગત વર્ષે મળેલા અંદાજીત 2750 કેરેટ રફ ઉત્પાદનની તુલનાએ ચાલુ વર્ષમાં રફ હીરાના ઉત્પાદનમાં 175.66 કેરેટનો વધારો થયો છે.
બીજી તરફ વર્તમાન ક્વાર્ટરમાં ડાયમકોરના રફ હીરાનું વેંચાણ 5,442.57 કેરેટને આંબી ગયુ છે.જે ગત વર્ષના સમાન ક્વાર્ટરની તુલનાએ 25% વધુ છે.પ્રતિ કેરેટ 197.48 ડોલરની સરેરાશ કીંમતે 5,442.57 કેરેટ રફ હીરાના વેંચાણ થકી ડાયમકોર કંપનીએ 1.1 મિલિયન અમેરીકી ડોલરનો કારોબાર કર્યો છે.
ડાયમકોર કંપનીના પ્રવક્તાએ કહ્યુ કે વર્તમાન ક્વાર્ટરમાં કુલ રફ હીરાના ટેન્ડર અને વેચાણમાં થયેલી જંગી વૃદ્ધિથી અમે ખુશ છીએ.હવે અમારું ધ્યાન ડિસેમ્બર અને આગામી ક્વાર્ટરમાં રફ હીરાનો કારોબાર વધારવા પર કેન્દ્રીત થયુ છે . વિવિધ ખાણના પ્રથમ તબક્કાના અપગ્રેડના આધારે પ્રોસેસિંગ વોલ્યુમ અને રિકવરી ઑપ્ટિમાઇઝ કરવાની કામગીરીને અમો પ્રાધાન્ય આપી રહ્યાં છીએ.રફ હીરાના ઉત્પાદન અને ડિલિવરીમાં વિલંબ સહીતના નકારાત્મક પરિબળોના કારણે વર્તમાન ક્વાર્ટરમાં વેચાણના પરિણામ પર તેની નકારાત્મક અસર પડી હતી.જો કે અપગ્રેડશનની પ્રક્રીયા શરૂ થતા તેમા હવે સુધાર થવાની અપેક્ષા વચ્ચે આગામી ક્વાર્ટર માં તેની સકારાત્મક જોવા મળશે તેવો અમને વિશ્વાસ છે.