ડાયામકોરનું દુબઇમાં આયોજીત બીજુ રફ ઓકશન પણ સફળ

153

ડાયમંડ ટાઈમ્સ

રફ ઉત્પાદક કંપની ડાયામકોરએ દક્ષિણ આફ્રિકા સ્થિતિ વેનેશિયા પ્રોજેક્ટમાં કાર્યરત ક્રોન-એન્ડોરાની ખાણમાથી ખોદી કાઢેલા રફ હીરાનું દુબઈ ખાતે બીજુ સફળ ઓકશન યોજ્યુ હતુ.સરેરાશ ભાવ પ્રતિ કેરેટ 8 298.97 ભાવથી 2,028.33 કેરેટ રફ હીરાના વેંચાણ થકી ડાયામકોરને કુલ 606,415 ડોલરની આવક થઈ હતી.આ અંગે ડાયામકોરે પ્રતિભાવ આપતા કહ્યુ કે રફ વેંચાણના આંકડાઓ તેજી તરફી ચાલ દર્શાવે છે.આ મહિનાથી રફના ઉત્પાદનમાં વધારો કરવા કંપની પ્રયાસરત છે.