DIAMOND TIMES –સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની ઉદાર ભાવનાથી છલોછલ કતારગામ સ્થિત હીરાની અગ્રણી કંપની ધર્મનંદન ડાયમંડ બિઝનેસની સાથે સામાજિક ઉતરદાયિત્વ નિભાવવામાં પણ અગ્રેસર છે.મહત્વની બાબત તો એ છે કે સમાજ શ્રેષ્ઠી લાલજીભાઈ પટેલની બિઝનેસ કુશળતા અને આગેવાની હેઠળ અકલ્પનિય પ્રગતિ કરનાર ધર્મનંદન ડાયમંડ તેના કર્મચારીઓને પરિવારના સદસ્યથી પણ વિશેષ સમજે છે.
ધર્મનંદન ડાયમંડ એક કોર્પોરેટ કંપની છે.આ કંપનીની વિશ્વના અનેક દેશોમાં ઓફીસો આવેલી છે.જેમા વર્ષે કરોડોનો હીરાનો બિઝનેસ થાય છે.આમ છતા પણ માલિક અને કર્મચારીઓ વચ્ચે કોર્પોરેટ નહી,પરંતુ પરસ્પર પ્રેમાળ પારિવારીક સબંધો સ્થાપિત કરી ધર્મનંદન ડાયમંડ અન્યો માટે પ્રેરણા રૂપ કંપની બની છે.
ધર્મનંદન ડાયમંડ કર્મચારીઓના આર્થિક,સામાજિક અને પારિવારીક હીત માટે સમયાંતરે સાંસ્કૃતિક,રમત ગમત સહીત વિવિધ પ્રકારના આયોજન કરે છે.ખાસ કરીને પરિવારના સદસ્યો એવા કર્મચારીઓને વિમા કવચથી સુરક્ષિત કરવાની બાબતને તેઓ ખુબ જ પ્રાધાન્ય આપે છે.આ પ્રકારની સમાજ ઉત્થાનની સકારાત્મક પ્રવૃતિઓ દ્વારા તે રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનું અનન્ય યોગદાન આપે છે.
આ પરંપરાને આગળ ધપાવતા ધર્મનંદન ડાયમંડ કંપની વડાપ્રધાશ્રીના પર્યાવરણ બચાવો અભિયાનને મદદ મળે તેવી એક અનોખી ઝૂંબેશ શરૂ કરવાની છે. ધર્મનંદન ડાયમંડે આગામી જાન્યુઆરી-2022 થી તેમના કર્મચારીઓને સાયકલ ચલાવવા માટે પ્રેરિત કરવા ખાસ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે.આ અભિયાન અંતર્ગત સાયકલ લઈને કારખાને કામ પર આવનાર કર્મચારીઓને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવનાર છે.
વડાપ્રધાશ્રીના પર્યાવરણ બચાવો અભિયાનને ટેકો આપવા અને પેટ્રોલિયમ પેદાશોની આયાત પાછળ વેડફાતુ મહામુલુ હુંડીયામણ બચાવવાનો પ્રયાસ : હીતેષભાઈ પટેલ (યુવા ઉદ્યોગપતિ- ધર્મનંદન ડાયમંડ)
એ પોલ્યુશન ફ્રી જર્ની,ની ટેગ લાઈન સાથે સાયકલ ચલાવો – પર્યાવરણ બચાવો અભિયાનન અંગે પ્રતિભાવ આપતા ધર્મનંદન ડાયમંડના યુવા ઉદ્યોગપતિ હીતેષભાઈ પટેલે કહ્યુ કે ભારતના જોશીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર્યાવરણ પ્રત્યે ખુબ સજાગ છે.ગ્રીન એનર્જી અને ગ્રીન રિવોલ્યુશન ક્ષેત્રે તેમની સરાહનિય કામગીરીથી સમગ્ર વિશ્વ ભારે પ્રભાવિત છે.
આ ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનન્ય કામગીરી બદલ તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સન્માનિત કરી યુએન ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ તથા સોલાર એનર્જી ક્ષેત્રની આગવી કામગીરી બદલ અન્ય એક બીજા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પર્યાવરણ પર હકારાત્મક અસર માટે પગલાં ભરવા,સહકારના નવા ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા આ એવોર્ડ જાહેર અને ખાનગી ક્ષેત્ર તેમજ સામાન્ય સમાજમાંથી વિજેતાની પસંદગી કરવામાં આવે છે.
હીતેષભાઈ પટેલ ઉમેર્યુ કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાથે અમારી કંપની આગળ વધી રહી છે. વડાપ્રધાન શ્રીના પર્યાવરણ બચાવો અભિયાનને ટેકો આપવા અમારો આ નાનો અને નમ્ર પ્રયાસ છે.આ અગાઉ પણ અમે આ પ્રકારની ઝૂંબેશ શરૂ કરી હતી.જેને ધર્મનંદન ડાયમંડ પરિવારના સદસ્યો તરફથી ઉમદા સહયોગ મળ્યો હતો. હવે આગામી નુતનવર્ષ જાન્યુઆરી-2022થી પુન: આ અભિયાન શરૂ કરી રહ્યાં છીએ.તેને પણ ધર્મનંદન ડાયમંડ પરિવારના સદસ્યો ઉમળકાભેર વધાવી લેશે તેવો હીતેષભાઈ પટેલે વિશ્વાસ વ્યકત કર્યો હતો.