ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ આવ્યુ ઉનાના વાવાઝોડા ગ્રસ્તોની વ્હારે : 2000 કીટનો સેવાયજ્ઞ

615

DIAMOND TIMES – ધર્મની સાથે રાષ્ટ્રસેવાનો ભેખ ધારણ કરનાર સુરત સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દરેક આપત્તિના સમયે રાષ્ટ્ર અને જનસેવા માટે હરહંમેશ સુસજ્જ હોય છે.સંત,શુરા અને દાતારોની પાવન ભુમિ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ વેરેલા ભારે વિનાશ પછી અસરગ્રસ્તોને હૈયાધારણ, હુંફ અને મદદ મળી રહે તેવા ઉમદા અને શુભ આશય સાથે હાથ ધરાયેલા સેવાયજ્ઞમાં સદ્દગુરુ પુરાણી શ્રીધર્મવલ્લભદાસજી સ્વામી,ટ્રસ્ટના પ્રમુખશ્રી હિતેશભાઈ લાલજીભાઈ પટેલ (ઉગામેડી),ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ રાખોલીયા,પ્રકાશભાઈ રાખોલીયા, હિતેશભાઈ હપાણી, શૈલેષભાઈ ગોટી, ઇશ્વરભાઇ ધોળકિયા, મેહુલભાઈ સુતરીયાની પ્રેરક ઉપસ્થિત અને ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ સુરતના કાર્યકર્તાઓ શ્રીલાલજીભાઈ તોરી,ભગવાનજીભાઈ કાકડીયા અને કમલેશભાઈ કુંભાણીના માર્ગદર્શન હેઠળ 40 થી પણ વધુ સેવાભાવી સ્વયંસેવકો અને સંતોના સહીયારા પુરુષાર્થથી અનાજ સહીતની જીવન જરૂરીયાતની ચીજોની 2000 કીટો તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે આ તમામ કીટોને વાવાઝોડામાં સહુથી વધારે પ્રભાવિત થયેલા વિસ્તાર ઉના મોક્લવામાં આવી છે.જેનુ ઉના સ્થિત આનંદગઢ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતેથી સંતો દ્વારા જરૂરીયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

સંતો દ્વારા હાથધરાયેલા સેવાયજ્ઞ અંગે પ્રતિભાવ આપતા શ્રી પ્રભુસ્વામીએ કહ્યુ કે સુરત શ્રીસ્વામિનારાયણ ગુરુકુળની મુખ્ય રાજકોટ સંસ્થાન દ્વારા કોરોના ગ્રસ્તોની સેવા ચાલુ જ છે.આ ઉપરાંત ગુરુકુળના અધ્યક્ષ સદગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી રાજકોટ તથા અમરેલી જિલ્લાના તરવડા ગુરુકુલથી પણ વાવાઝોડા ગ્રસ્સ્તોની સેવા શરૂ કરવામાં આવેલ છે. ઉના આનંદગઢ ખાતે આવેલ રાજકોટ ગુરુકુળની શાખા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળને વાવાઝોડાથી મોટુ નુકશાન થયુ છે.આમ છતા આવી વિકટ સ્થિતિ વચ્ચે પણ સંતો શ્રી હરિવદનદાસજી સ્વામી કેશવપ્રિય દાસજી સ્વામી તથા શ્રી સર્વજ્ઞ સ્વામી લોકોને સહાયરૂપ થઈ રહ્યા છે.

નીલકંઠ ધામ પોઇચાથી સંતો શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી,શ્રી કલ્યાણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં સમાજસેવાની ભાવનાથી તરબતર યુવાનોની ટીમ સાથે ગત તારીખ ૨૦મીના રોજ ઉના પહોંચી જઈને લોકસેવાના કાર્યમા લાગી ગયા છે.તો સુરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળને સમર્પિત યુવાનો દ્વારા સંચાલિત ધર્મ જીવન લોકસેવા ટ્રસ્ટે જીવનજરૂરી સામાન ઘઉંનો લોટ,તેલ,ખાંડ,દાળ,તુવેર દાળ, મગ દાળ સહીતની સામગ્રી સાથેની કીટ લઈને સેવાકાર્યમાં જોડાઈ ગયા છે.