હીરાપર GST દર વધારવા હીરા ઉદ્યોગના હીતમાં જીજેઇપીસીની માંગ

68
ઘણી વખત આર્થિક હીતને ધ્યાનમાં રાખી અવનવા આઈડીયા લગાડવા પડતા હોય છે.જે સામાન્ય માણસ ના દીમાગમા આસાનીથી આવતા નથી.આવા આઈડીયા માટે ચાણ્કય જેવી દીર્ધદ્રષ્ટ્રીની જરૂર પડતી હોય છે.આ ગુણ દરેક લિડરમાં જોવા મળતા હોય છે.આ ગુણના પ્રતાપે જ તે લિડર હોય છે.આ વાત જીજેઇપીસી ના રિજિયોનલ ચેરમેન દીનેશભાઈ નાવડીયાએ અનેક વખત સિધ્ધ કરી બતાવી છે. તેમણે હીરા ઉદ્યોગના હીત માં અનેક મહત્વપુર્ણ નિર્ણયો લઈને હીરા ઉદ્યોગને નવી દીશા અને ઉંચાઈ અપાવી એક સફળ લિડર તરીકે પોતાની અમિટ છબી અંકીત કરી છે. હીરા પર જીએસટી દરમાં વધારો કરવાની જીજેઇપીસી દ્વારા થયેલી માંગ પણ એક મહત્વપુર્ણ અને હીરા ઉદ્યોગ માટે હીતકારી પગલુ છે.

DIAMOND TIMES –  ઉદ્યોગકારોની જમા થયેલી કરોડોની ITC છૂટી થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે હીરા પરનો GST દર વધવો જરૂરી હોવાનું તારણ નીકળ્યુ છે.જેને ધ્યાનમાં રાખીને હીરા પર GST દર વધારવા હીરા ઉદ્યોગના હીતમાં જીજેઇપીસીએ માંગ કરી છે.ઉલ્લેખનિય છે કે વર્તમાન સમયે કેન્દ્ર સરકાર દ્વારા હીરા પર માત્ર 0.25 ટકા જીએસટી વસૂલવામાં આવે છે,વળી હીરા ઉદ્યોગકારોની કરોડોની ITC જમા પડેલી છે.જેનો ઉપયોગ હીરા ઉદ્યોગકારો કરી શકતા નથી.આ સમસ્યાને દુર કરવા હીરા પરના GST દર વધારવામાં આવે તો આ સમસ્યાનું આસાનીથી નિરાકરણ આવી શકે તેમ છે.આ બાબતને ધ્યાને રાખી જીજેઈપીસી દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ તે અંગે લેખિત માંગણી મુકી અસરકારક રજુઆત કરવામાં આવી છે.

જીએસટી અમલમાં આવ્યા બાદ વિવિધ સેક્ટર માટે અલગ અલગ GST દર નિર્ધારીત કરાયા છે.હીરા પર સરકારે 0.25 ટકા જીએસટી દર નક્કી કર્યા છે.ઉપરાંત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લેબર ચાર્જ પર 5 ટકા,બેન્ક સર્વિસ પર 18 ટકા,સર્ટીફિકેશન માટે 18 ટકા જીએસટી ચૂકવી રહ્યાં છે.વળી હીરા ઉદ્યોગકારો દ્વારા ચૂકવવામાં આવતી જીએસટીની રકમ ઈનપુટ ટેક્સ ક્રેડિટ(આઈટીસી) સ્વરૂપે પરત મળે તેવી જોગવાઈ છે.

પરંતુ હીરા પરના GST દર ઓછા હોવાના આઈટીસીની જમા રકમનો અસરકારક રીતે હીરા ઉદ્યોગકારો ઉપયોગ કરી શકતા નથી.આ સમસ્યાને દૂર કરવા જીજેઈપીસી દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે.જેમા માંગણી મુકવા માં આવી છે કે રફ અને કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર 0.25 ટકા જીએસટીનો દર વધારીને 1.5 ટકા કરવામાં આવે.જો સરકાર દ્વારા હીરા પરનો જીએસટીનો દર વધારીને 1.5 ટકા કરશે તો હીરા ઉદ્યોગકારોની જમા કરોડોની આઇટીસીની રકમ છુટ્ટી થશે.

જેઈપીસીના દીર્ધધ્રષ્ટ્રા રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ કહ્યુ કે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ બેન્ક સર્વિસ,લેબર ચાર્જ સહિત જીએસટી ચૂકવે છે.જીએસટીનો દર વધે તો ITCનો ઉપયોગ તેના ચૂકવણાંમાં કરી શકાશે. હાલમાં હીરા ઉદ્યોગકારો ઈનપુટ ટેક્સ ક્રેડિટની રકમનો ઉપયોગ કરી શકતા નથી.જેના માટે જીએસટી દરમાં વધારો કરવામાં આવે તો હીરા વેપારીઓની આઈટીસીની મસમોટી રકમ છૂટી થશે.આઇટીસી સ્વરૂપે જમા રહેલા આ નાણા પાઈપલાઈનમાં આવતા હીરા ઉદ્યોગના કારોબારને ગતિ મળશે.