DIAMOND TIMES – કોરોના મહામારીને અટકાવવા આજથી એક વર્ષ અગાઉ અમેરીકાની સરકારે લાદેલા નિયંત્રણના પગલે ગત વર્ષ-2020માં 10 લાખથી વધુ લગ્નોનાં આયોજન ટાળી દેવામાં આવ્યા હતા.કોરોનાના નિયંત્રણ વચ્ચે પણ અમુક દંપતિઓ સાદાઈથી કોર્ટ મેરેજ થકી લગ્નના તાંતણે બંધાયા હતા.જે પૈકી અનેક દંપતિઓએ આ વર્ષે ભવ્ય રિસેપ્શન યોજવાનો નિર્ણય લીધો છે.આ ઉપરાંત કોરોના મહામારી પર કાબુ આવતા અને પ્રતિબંધો હટતા અમેરીકામાં આ વર્ષે 5 લાખથી વધુ લગ્નના આયોજન થવાના અહેવાલ છે.જેના પગલે અમેરીકામાં સગાઈ રીંગની ધુમ ડીમાન્ડ છે.
અમેરીકાની એક વેડિંગ સાઈટના અહેવાલ મુજબ અમેરીકામાં આ વર્ષે અયોજીત થનારા લગ્ન સમારોહને અનુલક્ષીને ઝવેરીઓ સહીત સમગ્ર વેડિંગ ઈન્ડસ્ટ્રી ભારે ઉત્સાહિત છે.વેડિંગ સાઈટ નોટ વર્લ્ડવાઈડના લોરેને મીડીયાને આપેલી માહિતિમાં કહ્યુ છે કે ગત વર્ષે અમેરિકામાં લગભગ 47 ટકા એટલે કે આશરે 5 લાખથી વધુ લગ્નો પાછળ ઠેલવામાં આવ્યા હતા.જે ચાલુ વર્ષે જુલાઈથી ઓક્ટોબર દરમિયાન યોજાવાના છે.જેના કારણે 2021 અને 2022માં અમેરીકામાં આયોજીત થનારા લગ્ન સમારોહનો આંકડો 20 થી 25 ટકા વધી જશે.એક અંદાજ મુજબ ચાલુ વર્ષ લગ્ન સમારોહના આયોજન માટેનું સૌથી મોટું વર્ષ હશે.અમેરિકામાં વેક્સિન સરળતાથી મળી રહી છે અને 61 ટકાથી પણ વધુ વયસ્કોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.જેથી અમેરીકી સરકારે માસ્ક વગર લગ્ન સહીતના સમારોહના આયોજન કરવાની છૂટ આપી દેતા મજબુરીથી લગ્ન સમારોહ ટાળવા પડ્યા હોય તેવા યુગલો અને તેના પેરન્ટ્સ ભારે ઉત્સાહીત છે.