DIAMOND TIMES : ડેબસ્વાના, ડી બિયર્સ અને બોત્સ્વાના સરકાર વચ્ચેના 50/50 સંયુક્ત સાહસે 2022ના પ્રથમ હાફમાં 2.6 બિલિયન ડોલરના રફ હીરાનું વેચાણ કર્યું હતું. જે એક વર્ષ અગાઉ 1.7 બિલિયનની સરખામણીમાં આ વર્ષના હાફમાં 54 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. બોત્સ્વાનાની સેન્ટ્રલ બેંક દ્વારા આ અંગે એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે.
આ હીરા ડી બિયર્સના સાઇડહોલ્ડર અને સરકારી માલિકીની ઓકાવાંગો ડાયમંડ કંપનીને વેચવામાં આવ્યા હતા. વર્ષનો પ્રારંભ સમગ્ર હીરાની સારી માંગ અને ઇન્વેન્ટરીની સ્થિતિ સાથે થયો હતો કારણ કે વર્ષના પ્રથમ બે મહિનામાં રિટેલરોએ રિસ્ટોર વધાર્યુ હતું.
ડી બિયર્સના જણાવ્યા અનુસાર મજબૂત ટ્રેડિંગ વાતાવરણને પગલે પોલિશ્ડ હીરાના ભાવમાં વધારો થયો હતો. બેંક ઓફ બોત્સ્વાનાના ડેટા દર્શાવે છે કે ડેબસ્વાનાએ ગયા જાન્યુઆરીમાં 673.1 મિલિયન ડોલર હીરાનું વેચાણ કર્યું હતું. ફેબ્રુઆરીમાં હીરાનું વેચાણ ઘટીને 82.1 મિલિયન ડોલર થયું હતું.
માર્ચ-એપ્રિલમાં વેચાણમાં વધારો થયો હતો કારણ કે ડેબસ્વાનાએ માર્ચમાં 336.8 મિલિયન ડોલર અને એપ્રિલમાં 511.4 મિલિયનના હીરાનું વેચાણ કર્યું હતું. સેન્ટ્રલ બેંકના ડેટા દર્શાવે છે કે ડેબસ્વાનાએ મે અને જૂનમાં અનુક્રમે 406 મિલિયન ડોલર અને 612.7 મિલિયન ડોલરની તગડી કમાણી કરી હતી.
ડેબસ્વાનાનું ઉત્પાદન અગાઉના વર્ષના 10.7 મિલિયન કેરેટની સરખામણીમાં વર્ષના પ્રથમ હાફમાં 10 ટકા વધીને 11.7 મિલિયન કેરેટ થયું હતું. આ વધારો ઓરાપા અને જ્વનેંગ બંને ખાણ ખાતે ઓરની સુધારેલી પ્રક્રિયા તેમજ ઓરાપા ખાતે હાઇગ્રેડને આભારી છે.