લક્ષ્મી ડાયમંડના શ્રીચુનિભાઈ ગજેરાના ધર્મપત્ની શ્રીમતિ સુનિતાબેનનું દુખ:દ નિધન : સમગ્ર હીરા ઉદ્યોગ શોકાતુર

4025

DIAMOND TIMES – દેશ -વિદેશમા નામના ધરાવતી હીરાની અગ્રણી કંપની લક્ષ્મી ડાયમંડના શ્રીચુનિભાઈ ગજેરાના ધર્મપત્ની શ્રીમતિ સુનિતાબેન ગજેરાનું આજરોજ તારીખ 2 એપ્રિલના વહેલી સવારે સુરત ખાતે દુખ:દ નિધન થયુ છે.આ સમાચારના પગલે ગજેરા પરિવાર સહીત સમગ્ર હીરા ઉદ્યોગ શોકાતુર બન્યો છે.શ્રીમતિ સુનિતાબેનના નિધનથી દીકરી કીંજલ બેન અને બે પુત્રો નીતીનભાઈ અને મિતેશભાઈએ પ્રેમાળ માતાની હુંફ ગુમાવી છે.

ત્રણ સંતાનોની માતા સુનિતાબેન પરોપકારી સ્વભાવના હતા.પરિવાર પ્રત્યે અનન્ય લાગણી ધરાવતા સુનિતાબેને તેમના ત્રણેય સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કર્યુ છે.દીકરી કીંજલબેનની સમાજસેવાની સુવાસ ચોમેર ફેલાયેલી છે.જમણાહાથે સમાજસેવા કરે તો ડાબા હાથને પણ ખબર ન પડે એ રીતે દીકરી કીંજલબેને હોસ્પીટલના બિછાને પડેલા અને સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હજારો પરિવારોને સામેથી હોસ્પીટલે જઈને મદદ કરી છે.સમાજસેવા માટે સંતાનોને પ્રેરણા આપનારા અને સાક્ષાત પરોપકારની મુર્તિ સમાન સુનિતાબેનના નિધનથી સમાજને કદી ન પુરાઈ શકે એવી ખોટ પડી છે.