યુરોપ-યુએસના ડીલરો પાસે પસંદગીના પોલિશ્ડ હીરાનો પુરવઠો ખલાસ

67

આગામી વર્ષમાં પણ રફ હીરાની મજબૂત માંગ રહેવાની અપેક્ષા વચ્ચે રફ કંપનીઓએ પણ રફ હીરાનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ

DIAMOND TIMES-વેકેશન અને નાતાલના તહેવારોને અનુલક્ષીને વૈશ્વિક હીરા ઝવેરાત કારોબાર શ્રેષ્ઠ રીતે ચાલી રહ્યો છે.ડીલરો આગામી મહીનાઓમાં પણ મજબૂત કારોબારની અપેક્ષા વચ્ચે ગુણવતા યુકત વ્યાજબી ભાવનો માલ શોધવા સંઘર્ષ કરી રહ્યા છે.પરંતુ માંગ અને સપ્લાયની વિકટ પરંતુ આદર્શ સ્થિતિના કારણે પોલિશ્ડ હીરાની ઇન્વેન્ટરી ઓછી છે.

1 કેરેટથી મોટા હીરાની ભારે અછત છે તો બીજી તરફ રફની માંગ પણ મજબૂત છે.આવી ઉમદા સ્થિતિના કારણે આગામી વર્ષમાં પણ રફ હીરાની માંગ મજબૂત રહેવાની અપેક્ષા વચ્ચે રફ કંપનીઓએ રફ હીરાનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.અગ્રણી રફ કંપની ડીબીયર્સ વર્ષ 2022માં 30 થી 33 મિલિયન કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

ફેન્સી હીરા બજાર અત્યંત મજબૂત સ્થિતિમાં છે.તમામ કદ અને કેટેગરીના ફેન્સી હીરામા સારી માંગ છે.ખાસ કરીને 1.20 થી 3.99 કેરેટની સાઈઝમાં F-J, VS-SI કેટેગરી સૌથી હોટ છે.જ્યારે 0.30 થી 0.99 કેરેટની સાઈઝના ફેન્સી હીરાની કીંમતોમાં સુધારો થયો છે.ફેન્સી આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો નોંધાયો છે.

ઓવલ,પિયર્સ, એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડીયન્ટ્સ તેમજ માર્ક્વિઝ કટના હીરાના ઓર્ડરમાં વધારો નોંધાયો છે.મોટી સાઈઝના ફેન્સી હીરાની કીંમતો સામાન્ય કરતાં ઊંચી રહી છે.અમેરીકા ઉપરાંત ચીનના બજારની માંગના કારણે તેજીને વધુ હવા મળી છે.

અમેરીકામાં હીરા ઝવેરાતની જબરી માંગ વચ્ચે ડીલરો ઇન્વેન્ટરી ફરી ભરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે.એન્ટિક અને વિન્ટેજ જ્વેલરીના વેંચણે ધુમ મચાવી છે.1 થી 3 કેરેટ સાઈઝમાં I-N, SI1-I2 કેટેગરીના હીરાની માંગ છે.બેલ્જિયમ ના હીરા બજારો મજબૂત સ્થિતિમાં છે.સપ્લાયર્સ નાતાલના તહેવાર પહેલાના ઓર્ડર પુર્ણ કરવામાં વ્યસ્ત છે.રફ સેક્ટર સ્થિર છે પરંતુ આગામી જાન્યુઆરીમાં રફ હીરાની મજબૂત માંગની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ઇઝરાયેલના હીરા બજારમાં ઉત્સાહિત મૂડ છે.ડીલરો ગુણવત્તા યુક્ત હીરાની ખરીદી કરી રહ્યાં છે.1 કેરેટ વજનના G-J, VS-SI કેટેગરીના હીરાની સ્થિર માંગ છેપોલિશ્ડ હીરાના પુરવઠાની અછત અને ઉંચી કિંમતોના કારણે નવી ઇન્વેન્ટરી ભરવા માટે ડીલરો સંઘર્ષ કરી રહ્યાં છે.

હોંગકોંગના હીરા બજારમાં 1 થી 1.50 કેરેટ વજનના D-H, VS2-SI2, 3X કેટેગરીના હીરાની સ્થિર માંગ વચ્ચે સેન્ટિમેન્ટ હકારાત્મક છે.ખાસ કરીને 1 કેરેટની આસપાસ વજનના ફેન્સી હીરામં સારા કામકાજ છે.ભારતની મેન્યુફેક્ચરીંગ કંપનીઓએ યુએસની હોલીડે સિઝન અને ચાઈનીઝ નવા વર્ષની માંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે . મોટાભાગની કંપનીઓ હીરાનું ઉત્પાદન વધારવા ઇચ્છે છે.પરંતુ રફ હીરાની ઉંચી કીંમતના કારણે સાવચેત છે.