સ્ટાર જેમ્સ અને પેટ્રા ડાયમંડસ વચ્ચે થઈ આ ખાસ ડીલ

1051

DIAMOND TIMES- કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, પરંતુ અડગ મનનાં મુસાફરને હિમાલય પણ નથી નડતો,આ પંકિત વિપરિત સંજોગો વચ્ચે પણ અવિરત પ્રગતિ કરવાનું ઝનુન અને પ્રેરણા આપે છે.સ્ટાર જેમ્સના શૈલેશભાઈ ઝવેરીની સક્સેસ સ્ટોરી સમગ્ર ભારતના હીરા ઉદ્યોગને ગૌરવ અપાવે તેવી છે.ભાવેશ ઝવેરી અને કરણ ઝવેરીના માર્ગદર્શન હેઠળ હીરા અને ઝવેરાતના કારોબારમાં કઈક વિશેષ કરવાનાના જોમ અને જુસ્સા સાથે આગળ વધતી તેમની કંપની આજે હીરા-ઝવેરાતના ક્ષેત્રમાં ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં પોતાનું એક વિશાળ બિઝનેસ સામ્રાજ્ય ઉભુ કરી દીધુ છે.મુંબઈ ઉપરાંત દુબઈ,એન્ટવર્પ, હોંગકોંગ,લુનાડા અને જોહાનિસબર્ગ સહીત વિશ્વના અનેક દેશોમાં તેમની કંપની સ્ટાર જેમ્સ મોટા હીરાની ખરીદી માટે, મોટી સાઈઝના રફ હીરાને તૈયાર કરવા માટે તેમજ જ્વેલરીના નિર્માણ અને હોલસેલના કારોબાર માટે એક પ્રતિષ્ઠીત નામ બની ચુકયુ છે.

પેટ્રા સાથે કામ કરવા અમો ઉત્સુક : શૈલેષભાઈ ઝવેરી – ચેરમેન સ્ટાર જેમ્સ ગ્રુપ 

સાઉથ આફ્રીકાની અગ્રણી રફ કંપની પેટ્રા ડાયમંડ્સ અને સ્ટાર જેમ્સ ગ્રુપના ચેરમેન શૈલેષભાઈ ઝવેરી વચ્ચે ભારતના હીરા ઉદ્યોગને ગૌરવ થાય તેવી એક ડીલ થઈ છે. જે મુજબ દક્ષિણ આફ્રીકા ની વિખ્યાત કુલિનન ખાણામાથી મળી આવેલા બે મુલ્યવાન વ્હાઇટ અને બ્લ્યુ રફ ડાયમંડ્સને શૈલેષભાઈ ઝવેરીની દક્ષિણ આફ્રીકા માં આવેલી ફેકટરી પર તૈયાર કરવામાં આવશે.આ અંગે પ્રતિસાદ આપતા સ્ટાર જેમ્સના શૈલેશભાઈ ઝવેરીએ કહ્યુ કે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે આવેલી અમારી કટીંગ ફેક્ટરીમાં બંને મુલ્યવાન હીરાને તૈયાર કરવા પેટ્રા ડાયમંડ્સ સાથે કામ કરવા અમો આતુર છીએ.

 

અમને આનંદ છે કે બંને હીરા દક્ષિણ આફ્રિકામાં પોલિશ્ડ કરવામાં આવશે : પેટ્રાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચાર્ડ ડફી

પેટ્રા ડાયમંડ્સને દક્ષિણ આફ્રિકામાં આવેલી કુલીનન ડાયમંડ ખાણમાંથી 342.92 કેરેટ (સફેદ કલર અને IIa પ્રકાર) અને 18.30 કેરેટ(વાદળી કલર અને IIb પ્રકાર) ના બે રફ હીરા મળી આવ્યા છે.આ બહુમુલ્યવાન હીરાને પોલિશ્ડ કરવા સ્ટાર જેમ્સ (Pty) લિમિટેડ અને પેટ્રા વચ્ચે થયેલી ભાગીદારી અંગે પેટ્રાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રિચાર્ડ ડફીએ કહ્યુ કે આ બે હીરા અત્યંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા દુર્લભ સફેદ અને વાદળી હીરાના અદ્ભુત ઉદાહરણો છે . અમને આનંદ છે કે બંને હીરા દક્ષિણ આફ્રિકામાં પોલિશ્ડ કરવામાં આવશે. આ માટે અમે સ્ટાર જેમ્સ સાથે ભાગીદારી કરી છે.સ્ટાર જેમ્સ વિશ્વભરના ગ્રાહકોને શ્રેષ્ઠ હીરાની સોર્સિંગ અને સપ્લાય કરવામાં નિષ્ણાત છે.સ્ટાર જેમ્સ ગ્રુપની જોહાનિસબર્ગ સ્થિત ફેકટરીમાં આ બંને રફ હીરાને કાપવા અને પોલિશ કરવાની મંજૂરી આપવામાં આવી છે . હીરાને તૈયાર કર્યા બાદ તેની વેંચાણ કીંમતમાથી ખર્ચ બાદ કરી થનારા સંભવિત નફો બંને વચ્ચે સરખા ભાગે વહેંચી લેવામાં આવશે.