ડીબિયર્સેના માસ્ટર ક્લેકશનમાં સમાવિષ્ટ યુનિક હીરાનું વેંચાણ

569
પ્રતિકાત્મક તસ્વીર
પ્રતિકાત્મક તસ્વીર

DIAMOND TIMES – અગ્રણી રફ કંપની ડીબિયર્સેના જ્વેલરી વિભાગે અત્યંત ઉચ્ચ ગુણવત્તા ધરાવતા કુદરતી હીરા નો નવો વિશિષ્ટ સંગ્રહ રજૂ કર્યો છે. ડીબિયર્સના 1888 માસ્ટર ક્લેકશનમાં સમાવિષ્ટ અતિ સુંદર પોલિશ્ડ હીરા માં  18.03 કેરેટ વજનના હાર્ટ-કટ, 10.31 કેરેટ વજનનો એક એવા બે પિઅર-કટ હીરાની જોડી તેમજ 10.10 કેરેટ વજન ધરાવતા એક એમરાલ્ડ કટ હીરાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે ઉપરોક્ત તમામ ડી કલરના હીરા હાઈ ક્લેરેટી અને ઉચ્ચ ગુણવતા ધરાવે છે.

ઉપરોક્ત તમામ હીરાઓ પૈકી કોઇ પણ હીરાની પસંદગી કરનાર ગ્રાહક ડીબિયર્સ સાથે મળીને તેની ઇચ્છા અનુસાર જ્વેલરી ડીઝાઈન બનાવી શકે તેવી ડેબિયર્સ તરફથી સુવિધા આપવામાં આવી છે.