મુંબઈ લોકડાઉનના કારણે રફ હીરાના વેચાણ પર અસર થશે : ડીબિયર્સ

762
ભારતની રફ હીરાની અગ્રણી કંપનીઓએ ઉત્સાહજનક પ્રતિસાદ આપતા અમોએ ત્રીજા રફ સેલ્સમાં રફનો જથ્થો વધારી દીધો હતો પરંતુ જો ભારત ડાયમંડ અબુર્સ બંધ રહેશે તો તેની અમને ખુબ નકારાત્મ્ક અસર થશે :ડીબિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ બ્રુસ ક્લેઇવર
DIAMOND TIMES -યુરોપ સહીત ભારતમાં અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં સતત વધતા જતા કોરોનાના સંક્રમણને નાથવા સરકારે લોક ડાઉન કરવાની ફરજ પડી છે.દેશની આર્થિક રાજધાની મુંબઈમા પણ આંશિક લોકડાઉન કરવામાં આવ્યુ છે.જેના પગલે વિશ્વના સહુથી મોટા હીરા કારોબારના કેન્દ્ર ભારત ડાયમંડ બુર્સની કામગીરી પર પણ અસર થઈ છે.જેને અનુલક્ષીને રફ ઉત્પાદક કંપનીએ કહ્યુ છે કે મુંબઈમાં થયેલા લોકડાઉનના કારણે રફ ડાયમંડના વેચાણ પર અસર થશે. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક હીરા કારોબારમા આવેલી તેજીના પગલે ડીબિયર્સ એ પણ ચાલુ વર્ષના 550 મિલિયન ડોલરના બીજા રફ સેલ્સમાં રફના જથ્થાનો ઘટાડો કરી ત્રીજુ રફ સેલ્સ 440 મિલિયન ડોલરનું કર્યુ છે.

ડીબિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ બ્રુસ ક્લેઇવરે જણાવ્યું હતું કે વિતેલા વર્ષ 2020ના અંતિમ ચરણથી લઈને વર્તમાન વર્ષ 2021ના ​​પ્રથમ ક્વાર્ટર દરમિયાન વૈશ્વિક કારોબારમાં ગતિ આવતા અમે રફ હીરાની માંગ વધવાની સંભાવનાઓ જોઇ હતી.વૈશ્વિક હીરા બજારની ગતિ અને ઉદ્યોગની સ્થિતિ બંને સકારાત્મક છે.વળી ભારતની હીરાની અગ્રણી કંપનીઓએ ત્રીજા રફ સેલ્સને લઈને સકારાત્મક અભિગમ દાખવતા અમે રફ હીરાનો જથ્થો વધારી દીધો હતો.પરંતુ હવે યુરોપ અને મુંબઈમાં તાજેતરમાં થયેલા લોકડાઉનના કારણે ભારત ડાયમંડ બુર્સ બંધ રહેશે તો સ્પષ્ટ છે કે અમને તેની નકારાત્મક અસર થશે.