ડીબીઅર્સેની સિકસથ સાઈટ 510 મિલિયન ડોલરની રહી

708

DIAMOND TIMES – રફ હીરાની અગ્રણી કંપની ડીબીઅર્સનું ચાલુ વર્ષે દરમિયાન માત્ર પ્રથમ છ સેલ્સ સાયકલ (સાઈટ) માં કુલ રફ હીરાનું વેંચાણ ત્રણ અબજ ડોલરને પાર થઈ ગયુ છે. આગામી મહીનાઓમાં હજુ પણ રફ હીરાના વેંચાણ ને લઈને આઉટલુક પોઝિટિવ જણાય છે.ઉલ્લેખનિય છે કે ડીબિઅર્સએ ચાલુ વર્ષની પ્રત્યેક સાઈટમાં રફ હીરાના મૂલ્યમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કર્યો હોવાના અહેવાલ છે.

ડીબીઅર્સે કહ્યું કે 2021ની સિક્સ સાઈટ 510 મિલિયન ડોલરની રહી છે. ઉપરાંત ગ્લોબલ સાઈટ હોલ્ડર સેલ્સ એન્ડ ઓક્શન 2021 ની પ્રથમ છ સાઈટમાં રફ હીરાનું કુલ વેંચાણ 3.035 બિલિયન ડોલર થયુ છે.જે ગત વર્ષ 2020 ની પ્રથમ છ સાઈટમાં થયેલા 1.078 બિલિયન ડોલરના રફ ડાયમંડના વેંચાણની તુલનાએ 182 ટકાની વૃધ્ધિ દર્શાવે છે.

ડીબીઅર્સ ગ્રુપના સીઇઓ બ્રુસ ક્લેવરએ જણાવ્યું કે ડીબીઅર્સેની સિક્સ સાઈટમાં રફ હીરાનો જથ્થો અને મુલ્ય ચીન- અમેરીકાના ગ્રાહક બજારોમાં હીરા-ઝવેરાતની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યો છે. આગામી સમયમાં હજુ પણ રફ ડાયમંડની માંગ ચાલુ રહેવાની ધારણા છે. વૈશ્વિક બજારોમાં હીરાના આભૂષણોની મજબુત માંગ હીરા કારોબારને પ્રોત્સાહિત કરે છે.