ડીબિયર્સએ પ્રથમ વખત જેમફેરના રફ હીરાનું વેંચાણ કર્યુ

28

DIAMOND TIMES – અગ્રણી રફ કંપની ડીબિયર્સએ પ્રથમ વખત જેમફેર દ્વારા ઉત્પાદીત રફ હીરાનું વેંચાણ કર્યુ છે.જેમફેર દ્વારા સીએરા લિયોનની ખાણમાથી ઉત્પાદીત રફ હીરાની શ્રેણી ડીબિયર્સ દ્વારા વેંચાણ માટે મુકવામાં આવી હતી.જેમા વિવિધ સાઈઝ અને ગુણવત્તા ધરાવતા હીરાના લોટમાં સહુથી મોટો એક 11 કેરેટ વજનનો હીરો પણ સામેલ હતો.

ડીબિયર્સએ જણાવ્યુ હિરાની રફ નૈતિક રીતે શોધી અને પ્રાપ્ત કરી શકાય છે.આ માટે ડીબિયર્સએ સોસિયલ મીડીયા લિક્ડઇનમાં એક પોસ્ટ મુકી ત્રણ કેરેટ વજનના એક રફ હીરાની ઉચ્ચ ગુણવત્તા અને રંગોનું ઉદાહરણ પ્રસ્તુત કર્યુ હતુ . આ પોસ્ટ પર જેમફેર કંપનીના વડા સ્ટીવ એલીએ ટિપ્પણી કરતા કહ્યુ કે જેમફેર અને સીએરા લિયોનમાં રફ હીરાનું ખાણકામ કરતા મજદુરો માટે આ બાબત ખુબ જ ઉત્સાહ જનક છે.

વર્ષ 2018માં હીરાના ખાણકામની કામગીરી શરૂ કરી જેમફેર કંપનીએ ઉચ્ચ ગુણવતા ધરાવતા રફ ડાયમંડસને બજાર માં લાવવા ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ.શરૂઆતમાં સીએરા લિયોનમાં પાયલોટ પ્રોગ્રામ અંતર્ગત 14 રજિસ્ટર્ડ માઇનિંગ સ્થાનો પર હીરા ખાણકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ ત્યાર બાદ લગભગ 200 માઇનિંગ સ્થાનો સુધી જેમફેર કંપનીએ ખાણકામ કાર્યને વિસ્તાર્યુ હતુ.ઉલ્લેખનિય છે કે જેમફેર કંપનીએ ડિજિટલ ટ્રેસિબિલિટી સોલ્યુશન પ્રોગ્રામ પણ વિકસાવ્યો છે.