DIAMOND TIMES – ડીબિયર્સ ગ્રુપ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ અનુસાર કેલેન્ડર વર્ષ 2021ની અંતિમ 10માં વેચાણ ચક્રમાં 332 મિલિયન ડોલરના રફ હિરાનું વેચાણ કર્યું છે.આ જ વર્ષે તેમના નવમાં વેપાર ચક્રમાં 438 મિલિયન ના રફ હિરાનું વેચાણ થયુ હતુ.
ડીબિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવરે જણાવ્યું હતું કે વિશ્વમાં અનેક દેશોમાં અવરજવર પર પ્રતિબંધથી રફ હીરાની ઉત્પાદન પ્રક્રિયા અને માંગ પર નકારાત્મક અસર થઈ હતી.હાલમાં નાતાલના તહેવાર અને વેકેશનના પગલે દક્ષિણ આફ્રિકાની કેટલીક ખાણોમાથી રફ ઉત્પાદન બંધ થતા તેની પણ અસર જોવા મળી છે. આમ છતા ડીબિયર્સ ગ્રુપે તેમના 10માં વેચાણ ચક્રમાં રફ ડાયમંડ માટે હકારાત્મક ને પરિવર્તનલક્ષી અભિગમ દાખવ્યો છે.
કોરોના મહામારીના વિકટ સમય અંગે પ્રતિભાવ આપતા તેમણે ઉમેર્યુ કે કોરોના કાળના પડકારો સામે અમો અડગ રહીને તેનો મજબુતીથી મુકાબલો કર્યો છે. જો કે કોરોના મહામારી પર અંકુશ આવી જતા વૈશ્વિક હીરા ઉદ્યોગમાં આવેલી મજબુત અને અકલ્પનિય રિકવરીના કારણે રફ હીરાની માંગ નિકળતા વર્ષ 2019 – 2020 ની તુલનાએ ચાલુ કેલેન્ડર વર્ષમાં રફ હીરાના વેંચાણમાં વધારો નોંધાવી શક્યા છીએ.હીરા તેમજ હીરા જડીત આભૂષણોની માંગ સતત વધી રહી છે.નાતાલના તહેવારો અને લગ્ન સિઝનમાં ખુબ સારા પ્રદર્શનની અપેક્ષા છે.વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સકારાત્મક ટ્રેડિંગ પરિસ્થિતિઓ સાથે અમે નવા વર્ષ માટે નવી આશા રાખીને આગળ વધી રહ્યાં છીએ.