રફ હીરાના ખાણકામ માટે ડીબિયર્સ અને નામીબિયા સરકાર વચ્ચે લાંબા ગાળાના કરાર

68

ડીબીયર્સના સીઈઓ બ્રુસ ક્લીવરે કહ્યુ કે ડીબિયર્સ અને નામીબિયા સરકાર વચ્ચેની આ ભાગીદારી એક ઉદાહરણ રૂપ છે.લાંબાગાળાની વેપાર યોજના મુજબ આ કરાર સંપન્ન થયા પછી નામડેબનું ભવિષ્ય સુરક્ષિત જણાય છે.નામડેબ નામીબીયન અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપવાનું ચાલુ રાખશે.નામીબીયાના દરિયાકાંઠે ડીબિયર્સ જહાજોનો ઉપયોગ કરીને રફ હીરાનું ખાણકામ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

DIAMOND TIMES – લાંબા ગાળાની વ્યાપાર યોજનાને અનુલક્ષીને દક્ષિણ આફ્રીકન દેશ નામીબિયાની ધરતીના પેટાળમાં રહેલા ડાયમંડના માઈનિંગ માટે હીરાની કંપની ડીબિયર્સ અને નામીબિયાની સરકાર વચ્ચે 20 વર્ષના કરાર થયા છે.નામીબીયામાં રફ હીરાના ખાણકામ માટે બંને વચ્ચે થયેલા જુના કરાર આગામી ડીસેમ્બર-2022માં સમાપ્ત થવાના હતા.પરંતુ નામડેબની કંપનીની મેનેજમેન્ટ ટીમ અને નામીબિયાની સરકાર વચ્ચે થયેલી હકારાત્મક વાતચીત પછી લાંબા ગાળાની વ્યાપાર યોજનાને અમલમાં મુકવામાં આવી છે.જે મુજબ આગામી વર્ષ 2042 સુધી આ સંયુક્ત સાહસ નામીબીયામાં ખાણકામ કરી શકશે.ઉલ્લેખનિય છે કે નામીબિયા સરકાર અને ડીબિયર્સનું સંયુક્ત સાહસ નામડેબ તરીકે ઓળખાય છે.

રફ હીરાના ખાણાકામ અંગે ડીબિયર્સ અને નામીબિયા સરકાર વચ્ચે થયેલા લાંબાગાળાના કરાર અંગે નામીબિયા સરકારના ખાણ મંત્રી ટોમ અલવેન્ડોએ કહ્યુ કે દેશના લોકોને રોજગારી આપવા અને અર્થતંત્રને ધબકતુ રાખવા ડી બિયર્સ અને નામીબિયા સરકાર વચ્ચેની ભાગીદારીનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે.નવા વ્યાપારીક કરાર મુજબ 2021થી 2025 સુધી ચાર વર્ષ દરમિયાન નામડેબ દ્વારા ઉત્પાદીત રફ હીરા પર સરકાર 10 થી 5 ટકા જેટલી રોયલ્ટી ઘટાડશે.જેનાથી કંપનીને આર્થિક રીતે મજબુતાઈ આપી ટકાઉ રીતે ખાણકામ વધારવા સક્ષમ બનાવવાનો ઉદ્દેશ્ય છે.ઉપરાંત નામડેબ 600થી વધુ કર્મચારીઓની ભરતી કરશે.2020માં ડીબિયર્સના 25.1 મિલિયન કેરેટના કુલ રફ ઉત્પાદનમાં નાબીયાનો 1.4 મિલિયન કેરેટનો મોટો હિસ્સો હતો.આગામી વર્ષમાં રફ ડાયમંડ ઉત્પાદન લગભગ 8 મિલિયન કેરેટની આસપાસ રહેવાની ધારણા છે.