DIAMOND TIMES- અમેરીકા અને ચીનની હીરા-ઝવેરાતની મજબુત માંગ વચ્ચે રફ કંપની ડીબિયર્સની કેલેન્ડર વર્ષ -2021ની સાતમી પ્રોવિઝનલ સાઈટ 515 મિલિયન ડોલરની રહી હોવાની ડીબિયર્સએ જાહેરાત કરી છે.નોંધનિય છે કે ડીબિયર્સની છઠ્ઠી સાઈટ 514 મિલિયન ડોલરની રહી હતી.જેની તુલનાએ સાતમી સાઈટ 515 મિલિયન ડોલરની રહેતા ડીબિયર્સની સિક્સ અને સેવન સાઈટમાં રફનુ મુલ્ય અને વોલ્યુમ લગભગ સમાન રહ્યુ છે.
મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ હકારાત્મક છે : ડીબિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવર
ગત વર્ષ-2020 માં કોરોના મહામારીના પગલે ડીબિયર્સની સાઈટ 7 નું વેચાણ માત્ર 334 મિલિયન ડોલર થયુ હતું . જ્યારે વર્ષ 2019 માં આ આંકડો 287 મિલિયન ડોલરનો હતો.ડીબિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવરે કહ્યુ કે હીરા ઉદ્યોગના મધ્ય પ્રવાહ એટલે કે મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં સેન્ટિમેન્ટ હકારાત્મક રહેતા તેની સકારાત્મક અસર સાઈટ 7માં જોવા મળી છે. અમેરીકા અને ચીનની હીરા-ઝવેરાતની મજબુત માંગનું આ ઉત્તમ પરિણામ છે.તેમણે ઉમેર્યુ કે અનેક પડકાર જનક સંજોગો વચ્ચે પણ જેસીકે લાસ વેગાસ ટ્રેડ શો સફળ રહ્યો છે.કોરોના મહામારીના કારણે લાગેલા કેટલાક પ્રતિબંધો વચ્ચે પણ સારા પરિણામો મળી રહ્યા છે.