ડિબિયર્સ તેની મધર કંપની એંગ્લો અમેરિકનને આર્થિક સ્થિરતા પ્રદાન કરે છે : રેટીંગ કંપની મૂડીઝ

631

DIAMOND TIMES – રફ કંપની ડિબિયર્સ તેની મધર કંપની એંગ્લો અમેરિકનને આર્થિક સ્થિરતા પ્રદાન કરી તેની વ્યવસાયિક રૂપરેખામાં સુધારો કરી રહી છે.એમ રેટીંગ કંપની મૂડીઝના અહેવાલમાં જણાવાયું છે.

તાજેતરમાં જ જારી કરાયેલા મૂડીઝના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે રફ કંપની ડિબિયર્સ એંગ્લો અમેરીકન કંપનીના વ્યવસાયનો વ્યાપ વધારવામાં પણ યોગદાન આપી રહી છે.વર્તમાન સમયે ડિબિયર્સ તેના રફ હીરાના કુલ ઉત્પાદન પૈકી મોટાભાગનો ગુણવતા યુક્ત રફનો જથ્થો બોટ્સવાનામાં આવેલી ખાણમાથી મેળવે છે.ઉપરાંત ડિબિયર્સ દક્ષિણ આફ્રિકામાં આવેલી રફ હીરાની ખાણોની પણ માલિકી ધરાવે છે.

ડિબિયર્સ જે વિસ્તારોમાં હીરની ખાણો ધરાવે છે તેમાથી મોટાભગના વિસ્તારોની ધરતીમાથી તાંબા અને લોખંડ સહીતની ધાતુઓ મળી આવે છે.જેનાથી રફ કંપની ડિબિયર્સ તેની મધર કંપની એંગ્લો અમેરિકનને આર્થિક સધ્ધરતા આપે છે.